Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

પોરબંદરમાં નવા આધાર કાર્ડ માટે વધારાના સેન્ટરો ખોલવા માગણી

પોરબંદર તા. ૩૦ :.. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કલેકટરને રજૂઆત કરીને  આધાર કાર્ડ માટેવધારાના સેન્ટર ખોલવા માગણી કરી છે.

સરકારશ્રી દ્વારા આધાર કાર્ડ ફરજીયાત કરીસરકારી, અર્ધ સરકારી વિગેરેમાં આપવા ફરજીયાત હોય હાલમાં આધાર કાર્ડ કાઢવા માટે અમુક સેન્ટરો ખોલવામાં આવેલ પરંતુ આ સેન્ટરો ઉપર ખુબ જ લોકોની ભીડ થતી હોય અને લોકોને  ચાર-પાંચ કલાક લાઇનમાં ઉભા રહેવા છતાં પણ આધાર કાર્ડની પ્રક્રિયા થઇ શકતી ન હોય તેમજ ઘણા આધાર કાર્ડ લીંક પણ થતા ન હોય આમ પ્રજાનો સમય વ્યય થતો હોય હજુ પણ પુષ્કળ પ્રમાણમાં લોકોના આધાર કાર્ડ બાકી હોય જેથી લોકોને સરળતાથી આધાર કાર્ડ મળી શકે અને  સમયનો વ્યય ન થાય માટે વધારાના સેન્ટરો ખોલી પ્રજાને પડતી મુશ્કેલી દુર કરવા અમો માગણી રજૂઆતમાં કરી છે.

(11:25 am IST)