Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

હૈદરાબાદના યુવાનને સસ્તા સોનાની લાલચ આપીને 27 લાખના શીશામાં ઉતારનારા બે શખ્સોને પશ્ચિમ કચ્છ LCB એ ઝડપી પાડ્યા

ગાંધીનગરીમાં આવેલા ઈમામ ચોક પાસે પોતાના મકાન પાસેથી બન્ને શખ્સોની ધરપકડ

ભુજ : હૈદરાબાદના યુવાન સાથે સસ્તા સોનાની લાલચે 27 લાખના શીશામાં ઉતારનાર બે શખ્સોને પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. શહેરના ગાંધીનગરીમાં આવેલા ઈમામ ચોક પાસે પોતાના મકાન પાસેથી બન્ને શખ્સો ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ભુજના હાજી ઉર્ફે મામાજી વાલીમામદ કકલ અને અલ્તાફ ઉર્ફે પંકજ સોની હુસેનભાઈ જત નામના ઈસમોએ હૈદરાબાદમાં રહેતા આદર્શ અનિલ કુમાર જૈનને સસ્તુ સોનું ર૦ ટકા કમિશનમાં આપવાની લાલચ આપી શીશામાં ઉતાર્યા હતા. બન્ને આરોપીઓ હૈદરાબાદના શખ્સ પાસેથી એક કિલો સોનાના ર૭ લાખ રૂપિયા લઈ રફુચક્કર થઈ જતા આદર્શ અનિલ કુમારે ફરાયાદ નોંધાવી હતી. ભુજ બી-ડિવિઝન પોલીસે બન્ને આરોપીઓ વિરૂદ્ધ આઈપીસીની કમલ ૪ર૦ , ૪૦૬ , ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો હતો. બનાવની ગંભીરતાને જોતા રેન્જ આઈજીપી જે.આર મોથલિયા અને પશ્ચિમ કચ્છ એસપી સોરભ સિંઘની સુચના અને માર્ગદર્શન તળે પશ્ચિમ કચ્છ એલસીબી દ્વારા સઘન તપાસ હાથ ધરાઈ હતી. તપાસે દરમિયાન પૂરતા પૂરાવા એકત્ર કરીને આરોપીઓ ગાંધીનગરીમાં પોતાના રહેણાક મકાન બહાર ઈમામ ચોકમાં હાજર હોવાની મળેલી બાતમીને આધારે દરોડો પાડીને બન્ને ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓના કબ્જામાંથી ગુનામાં ગયેલા રોકડા રૂપિયા 27 લાક અને ખોટા સોનાના 3 બિસ્કીટ ઉપરાંત વજનકાંટો, કેલક્યુલેટર સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. બન્ને આરોપીઓની ધરપકડ કરી નમાદાર કોર્ટમાં રજૂ કરી રીમાન્ડ મેળવવાની તજવીજ હાત ધરવમાં આવી છે

(11:38 pm IST)