Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

જૂનાગઢ માં 'વામન' અને 'વિરાટ' નાં અનોખા લગ્ન યોજાયા : કન્યા સાડા પાંચ ફૂટની અને વર ત્રણ ફૂટના : લગ્ન સંપન્ન થયા

અત્યાર સુધીમાં 1800 જેટલી કન્યાઓના કરિયાવર સાથે લગ્ન કરાવી સેવાની સુવાસ ફેલાવનાર સત્યમ સેવા યુવક મંડળે પ્રજ્ઞાચક્ષુ દીકરીના લગ્ન કરાવ્યા :બી,એડ સુધી અભ્યાસ કરેલ દીકરીના લગ્ન પ્રાથમિક શિક્ષક સાથે કરાયા

( વિનુભાઈ જોશી દ્વારા ) જૂનાગઢ : જૂનાગઢમા સત્યમ સેવા યુવક મંડળ દ્રારા અત્યાર સુધી માં 1800 જેટલી કન્યાઓને કરિયાવર સાથે લગ્ન કરાવી આપવામા આવ્યાં છે જેમા વધું ઍક પ્રજ્ઞાચક્ષુ દીકરીના લગ્ન કરીને સુવાસ ફેલાવામા આવેલ છે.

 તા.30.11.2020 નાં રોજ પ્રજ્ઞાચક્ષુ ચેરી. ટ્રસ્ટ સંચાલિત અંધ કન્યા છાત્રાલયની દિકરી ચિ. શાન્તાબેન અરજણભાઈ મકવાણા, મેંદરડા ગામનાં વતની અને અંધ કન્યા છાત્રાલયના વિદ્યાર્થીની કે જેઓએ છાત્રાલયમા રહીને બી.એડ. સુધી અભ્યાસ કરેલ છે જેમના લગ્ન જામજોધપુરનાં રમેશભાઈ ગાંડા ભાઈ ડાંગર જેઓ પ્રાથમિક શિક્ષક છે તેની સાથે જૂનાગઢ અપના ઘર  વૃદ્ધાશ્રમમાં  સત્યમ સેવા મંડળ તેમજ દાતાશ્રીઓ દ્રારા કરિયાવરમાં 78 વસ્તુઓ આપી લગ્ન સંપન્ન કરાવેલ.

આપણે ત્યાં કહેવાય છે કે વિધિના લેખ લખાયા હોય તે જીવન સાથી મળે છે. લગ્ન જીવન માટે યોગ્ય અને સમકક્ષ સાથીનાં વર અને કન્યા પસંદ કરતા હોય છે. જોકે, આ કિસ્સામા કોઈ પણ પ્રકારની સામ્યતા નથી. વરરાજા ની ઉંચાઈ નથી તો કન્યા પ્રજ્ઞાચક્ષુ છે. છતાં બંને એ પોત પોતાની ખામીઓને ખૂબી બનાવીને સાથે જીવન જીવવાનો નીર્ધાર કર્યો છે.

દીકરીને આશિર્વાદ આપવા માટે હરિ ઓમ વૃદ્ધાશ્રમનાં જોશી બાપા, મેયર શ્રી ધીરુભાઈ ગોહેલ, મીનાબેન ગોહેલ, બટુક બાપુ, કિશોર ભાઈ ચોટલિયા, યાકુબ ભાઈ મેમણ, જગૃતિબેન ખારોડ, આશિષ ભાઈ રાવલ, સનતભાઈ પંડ્યા, કાંતિ ભાઈ મોદિ, વિજય ભાઈ કિકાંણી, પુનિત ભાઈ શર્મા, ભરત ભાઈ બાલસ, રજની ભાઈ શાહ, કાંતિ ભાઈ કિકાંણી,  મુકુંદ ભાઈ પુરોહિત,વી. નવદમ્પતિને આશિર્વાદ આપેલ.

કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થા નાં પ્રમુખ મનસુખભાઇ વાજા, અરવિંદ ભાઈ મારડિયા, શાન્તા બેન બેસ, કમલેશ ભાઈ પંડ્યા, અલ્પેશ ભાઈ પરમાર, પ્રવીણ ભાઈ જોશી, મુકેશ ભાઈ મેઘનાથી, કમલેશભાઈ ટાંક, મનહર સિંહ ઝાલા, શારદાબેન ગાજીપરા, કે. કે. ગોસાઇ, કેતન ભાઈ નાંઢા વી. કાર્યક્રમ ને સફળ બનાવેલ

(5:42 pm IST)