Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

બેટ દ્વારકામાં આવેલા ગુરૂદ્વારામાં ગુરૂનાનક જયંતિની સાદાઇથી ઉજવણી

ઓખા :.. દેવભૂમિ દ્વારકા જીલ્લાના બેટ દ્વારકામાં દરિયાના ટાપુ ઉપર આવેલા ગુરૂદ્વારામાં આજે સદાઇથી ગુરૂનાનક જયંતીની ઉજવણી કોરોના મહામારીના કારણે કરવામાં આવી છે. દર વર્ષે ગુરૂનાનક જયંતિના દિવસે અહી ૧૦ હજાર જેટલા ભાવિકો દર્શન-પૂજન માટે પધારતા હોય છે. પરંતુ આ વખતે કોરોનાના કારણે મર્યાદિત સંખ્યામાં અને કોવિડ-૧૯ ની ગાઇડ લાઇન મુજબ ભાવિકોની ઉપસ્થિતીમાં સાદાઇથી ભજન, કિર્તન અને પાઠ યોજાયા છે. (તસ્વીર  - અહેવાલ : ભરત બારાઇ -ઓખા)

(12:55 pm IST)