Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

મોટા વાગુદળ ગામે રસ્તા પર ટ્રેકટર રાખવા બાબતે બઘડાટી

જામનગર, તા.૩૦: ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ભુપતસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, મોટા વાગુદળ ગામે  ફરીયાદી ભુપતસિંહ એ તેમનું ટ્રેકટર ખાતર ભરવા માટે રસ્તામાં રાખતા આરોપી ભગીરથસિંહ દોલુભા જાડેજા, રે. મોટી વાગુદળવાળાએ ફરીયાદી ભુપતિંસંહને ટ્રેકટર રસ્તામાં કેમ રાખેલ છે તેમ કહી નજીવી વાતમાં ઉશ્કેરાઈ જઈ ફરીયાદી ભુપતસિંહ તથા સાહેદ સાથે ઝઘડો કરી ગાળો આપી ફરીયાદી ભુપતસિંહ તથા સાહેદ ઉપર તલવાર વડે હુમલો કરી એક–એક ઘા તલવારના હાથમાં મારી ઈજા કરી ફરીયાદી ભુપતસિંહને જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

જયારે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ભગીરથસિંહ દોલુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૯–૧૧–ર૦ર૦ના મોટા વાગુદળ ગામે  ફરીયાદી ભગીરથસિંહ પોતાનું મોટરસાયકલ લઈનેવાડીએથી ઘરે જતા હતા ત્યારે આરોપી કાળુભા રાજભા જાડેજા પોતાનું ટ્રેકટર લઈને આવતા હતા ત્યારે ફરીયાદી ભગીરથસિંહએ ધીમે હાંકવાનું કહેતા બંન્ને વચ્ચે બોલાચાલી થતા ત્યારબાદ આરોપી કાળુભા રાજભા તથા તેના કાકાનો દિકરો ગોપાલસિંહ જાડેજા ફરીયાદી ભગીરથસિંહના ઘરે જઈ લાકડી વડે મુંઢ ઈજા કરી ગુનો કરેલ છે.

(12:55 pm IST)