Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

જુનાગઢમાં નવા ૧ર સહિત જિલ્લામાં ર૯ કોરોના કેસ

કેશોદ વિસ્તારમાં પણ કોરાનોનો ફુંફાડો

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા. ૩૦ :.. જૂનાગઢ શહેરમાં નવા ૧ર સહિત જિલ્લામાં ર૯ કોરોના કેસ નોંધાયા હતાં.

ગઇકાલે કેશોદ વિસ્તારમાં પણ કોરાનાએ ફુંફાડો મારતાં વધુ ૯ પોઝીટીવ કેસ સામે આવ્યા હતાં.

જયારે જૂનાગઢ રૂરલ અને વંથલીમાં બે બે તેમજ ભેંસાણ, માળીયા, માણાવદર અને વિસાવદર તાલુકામાં એક-એક પોઝીટીવ કેસ નોંધાયો હતો.

નવા ર૯ કેસ સામે ૧૪ દર્દી સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ  કરવામાં આવ્યા હતાં.

(12:51 pm IST)