Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

સૌરાષ્ટ્ર-કચ્છમાં એકાએક ઠંડીમાં ઘટાડો

ગિરનાર પર્વત-૧૩.૮, નલીયા-૧પ, રાજકોટમાં ૧૮.૩ ડિગ્રી લઘુતમ તાપમાન

રાજકોટ તા.૩૦ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ઠંડીમાં એકાએક ઘટાડો નોંધાયો છે અને લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડી ગયો છે.

આજે ગિરનાર પર્વત ઉપર ૧૩.૮ ડિગ્રી નલીયા ૧પ ડિગ્રી રાજકોટમાં ૧૮.૩ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

રાજકોટમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનો માહોલ જામ્યો હતો પણ રવિવાર આવતા જ ઠંડીમાં ઘટાડો નોંધાયો છે તેમજ ભેજમાં વઘારો નોંધાયો છે. પવનની દિશા બદલાતા જ ઠંડી ઘટી છે. જેને પગલે શહેરમાં બપોરના સમયે લોકોએ ગરમીનો અહેસાસ કર્યોહતો.

રાજકોટ અને સૌરષટ્રમાં અત્યાર સુધી ઉત્તર અને ઉત્તર પૂવેથી પવન ફુંકાતા હતા. આ પવનો સુકા અને ઠંડા હોય છે.ઉતતરના ઉંચા પ્રદેશોમાં જયારે હિમવર્ષા થાય ત્યારે આ પવન વધુ મજબુત બને છે. જેને કારણે હવામાંથી ભેજ પણ ઘટી જાય છે. જો કે રવિવારે પવનની દિશા બદલાતા દક્ષિણના અને દક્ષિણ પૂર્વના ફુંકાયા હતા જેને કારણે ભેજમાં પણ નજીવો વધારો નોંધાયો હતો.

જુનાગઢ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ જુનાગઢમાં આજેસવારે ઠારનુ આક્રમણ રહયુ હતું ગિરનાર ખાતે આજની ઠંડી ૧૩.૮ ડિગ્રી રહેલ હતુ.

જુનાગઢમાં આજે નવા સપ્તાહની પ્રથમ સવારે લઘુતમ તાપમાન ૧૮.૮ ડિગ્રી રહ્યું હતું પરંતુ વાતાવરણમાં ૭૧ ટકા ભેજને લઇ ઠારનું આક્રમણ રહ્યું હતું.

ગિરનાર ખાતે સવારે ૧૩ ડિગ્રી ઠંડી અનુભવાઇ હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ આજનું હવામાન ર૯ મહતમ ૧૮.પ લઘુતમ ૬૭ ટકા વાતાવરણમા ભેજનું પ્રમાણ ૬.૪ પ્રતિકલાક પવનની ગીત રહી હતી.(૬.૧૨)

કયાં કેટલુ લઘુતમ તાપમાન

શહેર

ડિગ્રી

અમદાવાદ

૧૯.૭ ડિગ્રી

ડીસા

૧પ.૪ ડિગ્રી

વડોદરા

૧૯.ર ડિગ્રી

ગિરનાર પર્વત

૧૩.૮ ડિગ્રી

સુરત

ર૦.ર ડિગ્રી

રાજકોટ

૧૮.૩ ડિગ્રી

કેશોદ

૧૮.૬ ડિગ્રી

ભાવનગર

ર૦.૦ ડિગ્રી

પોરબંદર

૧૯.ર ડિગ્રી

વેરાવળ

ર૧.પ ડિગ્રી

દ્વારકા

ર૧.૬ ડિગ્રી

ઓખા

ર૧.૮ ડિગ્રી

ભુજ

૧૭.૬ ડિગ્રી

નલીયા

૧પ.૦ ડિગ્રી

સુરેન્દ્રનગર

૧૯.૦ ડિગ્રી

ન્યુકંડલા

૧૮.પ ડિગ્રી

કંડલા એરપોર્ટ

૧૭.૦ ડિગ્રી

ગાંધીનગર

૧૮.૦ ડિગ્રી

મહુવા

૧૯.૭ ડિગ્રી

દિવ

ર૦.૪ ડિગ્રી

વલસાડ

૧૪.પ ડિગ્રી

વલ્લભ વિદ્યાનગર

૧૯.૭ ડિગ્રી

(11:36 am IST)