Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

ઉના : આંગણવાડી કાર્યકર અને ૩ તેડાગર બહેનોને ઉત્તમ કામગીરી માટે માતા યશોદા એવોર્ડ એનાયત

(નીરવ ગઢીયા દ્વારા) ઉના,તા.૩૦ : ઉના પંથકના રાતડ ગામમાં આવેલ આંગણવાડીમાં કાર્યકર તરીકે ફરજ બજાવતા જાનુબહેન બી. વાજા અને ઉના આંગણવાડી કેન્દ્ર નંબર ૨૮ માં ફરજ બજાવતા મનીષાબહેન એમ. મૈયા કે જેઓ બન્ન  કાર્યકર બહેનોને રાજય સરકાર દ્વારા આંગણવાડીમાં ઉત્ત્।મ કામગીરી બદલ રૂ. ૨૧ હજારના માતા યશોદા એવાર્ડથી નવાજવામાં આવ્યા છે. જયારે ગીર સોમનાથ જિલ્લામાં ઉના પંથકની રાતડ ગામના આંગણવાડી તેડાગર બહેન  વાલુબહેન બી. સાંખટ અને ઉના શહેરની આંગણવાડી કેન્દ્ર ૨૮નાં  આંગણવાડી તેડાગર બહેન કવીબહેન ડી. બાંભણીયા આ બન્ને તેડાગર બહેનોને રાજય સરકાર દ્વારા આંગણવાડીમાં ઉત્ત્।મ કામગીરી બદલ રૂ. ૧૧ હજારના માતા યશોદા એવાર્ડથી નવાજવામાં આવ્યા  છે.

 તાલુકા વિકાસ અધિકારી શ્રી રાણા વિરમભાઈ ઓડેદરા દ્વારા જણાવ્યું કે રાજય સરકાર દ્વારા કુપોષણ નાબૂદી અભિયાન અંતર્ગત ગુજરાત માટે સંકલિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે સુપોષિત ગુજરાતની સંકલ્પનાને ચરિતાર્થ કરવા માટે ગીર સોમનાથ જિલ્લાંની આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનો પ્રતિબધ્ધ બની સરકારની અપેક્ષાઓને પરીપૂર્ણ કરવા માટે બહેનો   સૌ સંકલ્પબધ્ધ છે જે ખરેખર ગર્વની વાત છે. તાલુકા પંચાયતનાં પ્રમુખશ્રી વિરાભાઈ સોલંકી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓ દ્વારા જણાવ્યું હતું કે, સંકલિત બાળ વિકાસ યોજના હેઠળ આંગણવાડીમાં તમામ બાળકોને પોષણયુકત આહાર પુરો પાડવાની સાથે સાથે બાળકોમાં નાનપણથી જ સ્વચ્છતાના સંસ્કારનું સિંચન કરવું આ આંગણવાડી કાર્યકરો અને તેડાગર  બહેનો કરી રહી છે જે સરાહનીય છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ આંગણવાડી કેન્દ્રનું સુપરવિઝન તેમજ માર્ગદર્શન આપતા પૂનમબહેન સિરોદરીયા અને દર્શનાબહેન પુરોહિત દ્વારા સતત મૂલ્યાંકન કરી જહેમત ઉઠાવેલ.

બાળ ઘડતર સાથે આંગણવાડીમાં સગર્ભાબહેનો – ધાત્રીમાતાઓ સાથે સુપોષણ સંવાદ, બાળકો અને કિશોરીઓના પોષણસ્તર અંગે માતા પિતા સાથે પરામર્શ, અન્નપ્રાશન તેમજ અન્ન્ વિતરણ અને પૂર્ણા દિવસની ઉજવણી મંગળવારે કરવામાં આવે છે અને સાથોસાથ દર મહિનાના નિયત કરેલ  દિવસે  આરોગ્ય કાર્યકરના સંકલનમાં રહી મમતા દિવસની પણ ઉજવણી કરવામાં આવે છે. જેમાં બાળકોને આપવાની રસીઓ તેમજ સગર્ભાવસ્થા દરમિયાન આપવાની જરૂરી રસીઓ આપવામાં આવે છે અને વજન તેમજ ઉંચાઈ દ્વારા થયેલા વિકાસનું મૂલ્યાંકન કરવામાં આવે છે. સરકાર  દ્વારા તાજેતરમાં શરૂ થયેલ વ્હાલી દીકરી યોજના અંતર્ગત પણ આ બહેનો દ્વારા ખુબજ સરસ કામગીરી કરવામાં આવી રહી છે.

  પ્રવર્તમાન વૈશ્વિક મહામારી વચ્ચે આંગણવાડી કેન્દ્રની આ ૪૯૦ કોરોના યોદ્ઘા એવી યશોદા માતા કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા દર ગુરૂવારે પૌષ્ટિક સુખડી વિતરણની પણ કામગીરી કરવામાં આવે છે, જેમાં ૩ વર્ષથી ૬ વર્ષના ૯૧૧૭ બાળકોને દર ગુરૂવારે ૧ કિલો  પૌષ્ટિક સુખડી તેમના ઘર સુધી પહોંચતી કરવામાં આવી રહી છે. માતા યશોદા એવોર્ડ વિજેતા જાનુબહેન કહે છે કે કુપોષણ નાબુદી અભિયાન માટે ગુજરાતની સરકારની સંકલ્પાનાને પરિપૂર્ણ કરવા અમો સંકલ્પબધ્ધ છીએ. અમોને ગર્વ છે કે બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે સરકાર દ્વારા ચાલતી આ યોજનામાં અમોને આ અમૂલ્ય તક મળી છે કે જેમાં અમારી આજીવિકાની સાથે એક ગર્વ સાથે પુણ્યનું કાર્ય પણ થઈ રહ્યું છે.

(11:26 am IST)