Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

ઉપલેટાના કલારીયા ગામની શ્રમિક પ્રસૂતા મહિલાને બેલડા બાળકોની સફળ ડીલેવરી કરતા ૧૦૮ના જાંબાઝો

ઉપલેટાઃ તાલુકાના કલારીયા ગામમાં રહેતા મુળ મધ્યપ્રદેશના શ્રમજીવી પરિવારના લલીતાબેન રાજેશભાઈ ગહલા નામની ૩૦ વર્ષીય શ્રમિક આદિવાસી મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતાં ૧૦૮ના ફોન કરવામાં આવેલ જેને લઇને ૧૦૮ એમ્બ્યુલન્સ કલારીયા ગામે પહોંચી ગયેલ અને દર્દીને ભાયાવદર CHC સેન્ટર ખાતે લઈ જતા હતા તે દરમિયાન સોડવદર ગામ પાસે પહોંચ્યા હતા એ અરસામાં પ્રસૂતા મહિલાને ભારે પીડા વધતા તુરંત ૧૦૮ના EMT હિતેશદાન ગઢવી અને પાઈલોટ ત્રિપાલસિંહ વાદ્યેલાએ જોખમી ડીલીવરી એમ્બ્યુલન્સમાં જ કરાવતા આ શ્રમજીવી મહિલાએ બેલડા બાળકોને જન્મ આપ્યો હતો. આ સફળ ડીલેવરી બાદ માતા અને બંને બાળકોની તબિયત એકદમ તંદુરસ્ત છે જેને લઇને ભાયાવદર અને ઉપલેટાથી હિતેશદાન ગઢવી અને ત્રિપલસિંહ વાઘેલાને લોકો અભિનંદન પાઠવી રહ્યા છે.તેમજ કલારીયા ગામમાં રહેતા અને ખેત મજુરી કરતા આદીવાસી પરિવારોએ આભાર માન્યો હતો.( તસ્વીરઃ ભરત દોશી)

(11:25 am IST)