Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

પેટા ચૂંટણીને અનુલક્ષીને વીંછીયા તાલુકાના ૩ ગામોને હથિયાર ધારકોએ પોતાના હથિયાર જમા કરાવી દેવા

રાજકોટ જિલ્લા મેજીસ્ટ્રેટએ બહાર પાડેલું જાહેરનામું

રાજકોટ : વિધાનસભાની પેટા ચૂંટણીને અનુલક્ષીને ૬૧-લીંબડી વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ થતા રાજકોટ જિલ્લાના વીંછીયા તાલુકાના નાના માત્રા, ગોરૈયા અને સમઢીયાળા ગામના સમગ્ર વિસ્તારમાં રહેતા તમામ હથિયાર ધારકોને પોતાના હથિયારો સબંધકર્તા પોલીસ સ્ટેશનમાં દિવસ-૭માં જમા કરાવી દેવા રાજકોટ જિલ્લા મેજીસ્ટ્રેટ રેમ્યા મોહને એક જાહેરનામા દ્વારા આદેશ કર્યો છે.

આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે રાજકોટ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી તથા જિલ્લાના સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રીઓ તરફથી આપવામાં આવેલ હોય તેવા હથિયારના પરવાનેદારોએ તેમજ દેશના કોઈપણ રાજયના કોઈપણ હથિયાર લાયસન્સ આપનાર સત્ત્।ાધિકારી પાસેથી હથિયાર લાયસન્સ મેળવેલ હોય તેમને પણ લાગુ પડશે તેમજ આ આદેશ વીંછીયા તાલુકાના નાના માત્રા, ગોરૈયા અને સમઢીયાળા વિસ્તારમાં રહેતા અને જિલ્લાની મુલાકાતે આવેલ તમામ હથિયાર પરવાના ધારકોને પણ લાગુ પડશે. હથિયાર ખરીદ/વેચાણ કરતા પરવાનેદારો હથિયાર ખરીદ વેચાણ આ સમયગાળા દરમ્યાન કરશે તો પણ હથિયારની સોંપણી આ જાહેરનામાની તારીખથી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતા તા.૧૨/૧૧/૨૦૨૦ સુધી પરવાનાધારકને કરી શકશે નહીં.

 આ જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા અધિકૃત કરેલ વ્યકિતઓને લાગુ પડશે નહિ, આ જાહેરનામાનો અમલ તા.૧૨/૧૧/૨૦૨૦ સુધી રહેશે અને ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.  તેમ યાદીમાં જણાવાયુ છે.

(2:39 pm IST)