Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

કોમી એકતાના પ્રતીક અને લોક સેવાના પ્રહરી પીર સૈયદ દાદા બાપુની નિસ્વાર્થ સેવાએ સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો

(ઇકબાલ ગોરી દ્વારા)સાવરકુંડલા,તા. ૩૦: માનવ સેવા એ જ મોટો ધર્મની વાતને વરેલા અને કોમી એકતાના પ્રતીક અને હિમાયતી પીર સૈયદ દાદા બાપુની નિસ્વાર્થ અને માનવતાની સેવાએ સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો છે

પીર સૈયદ દાદાબાપુ કાદરી અને તેમના શહેજાદા પીર સૈયદ મુનિર બાપુના સહિયારા પુરુષાર્થ થી વ્યકિત કુટુંબ અને સમાજ સુધારક અને કોમી એકતા અને માનવતા ની પ્રગતિ રૂપી કામગીરીના દાખલા ઓ આપીએ એટલા ઓછા છે.

પીર સૈયદ દાદા બાપુ કાદરીના વ્યસન મુકિત અભિયાનને આઠ વર્ષ પૂર્ણ કરી નવમુ વર્ષ શરૂ થયું છે આ વ્યસન મુકિત અભિયાનમાં મુસ્લિમ ભાઈઓને ટોપી અને હિન્દૂ ભાઈઓને શાલ અને અંતરની બોટલ આપી વ્યસન મુકિત બનાવવા માં આવે છે આ નિસ્વાર્થ પણે ચાલતું વ્યસન મુકિત અભિયાનમાં ૬૦ હજાર મુસ્લિમો અને ૩૦ હજાર હિન્દૂ ભાઈઓનો સમાવેશ થાય છે.

આ દાદા બાપુ ના વ્યસન મુકત અભિયાન માં કુલ ૯૦ હજાર વ્યસન થી મુકત બનેલા તે ઓ ને પ્રથમ તો આર્થિક ફાયદો થયો અને બીજું કાયમી માટે શારીરિક ફાયદો અને કુટુંબ સમાજ માં ઇજત આબરૂ વધે એટલે વ્યસન મુકત બનેલ વ્યકિત એ વ્યસન છોડી મોટી કામયાબી મેળવી ગણાય તેમાં લોકોને જુદા જુદા વ્યસન માં દારૂ જુગાર અફીલ ગાંજો ચરસ ડ્રગ હેરોઇન તેમજ તમાકુ તમાકુ વાળા પાન માવા બીડી સિગારેટ જેવા વ્યસન છોડ્યા હતા.

આ વ્યસન મુકિતના અભિયાનમાં કુલ ૨૦૦ જેટલા ગામ અને શહેરોમાં વ્યસન મુકિત અભિયાનના કાર્યક્રમો કરેલ છે.

પીર સૈયદ દાદા બાપુ કાદરીના શહેજાદા મુનિર બાપૂએ પણ તેમના પિતાના નકશે કદમ પર ચાલી કોલોમાં સુખ શાંતિ અને સૂકુંન મળે તે રીતના કાર્યોમાં આંતરિક વાદ વિવાદ વિખવાદ વાંધા વાચકા ઓ મીટાવી સુખદ સમાધાન કરાવે છે.

મુનિરબાપુ કાદરી પણ સેવા કાર્યો કરવાથી દુર નથી તે પણ નાની ઉમર માં જબરી કામગીરીમાં કોઈપણ વ્યકિત અને કુટુંબ અને સમાજને જોડી એક પ્લેટ ફોર્મ પર લાવવાનું ભગીરથ કાર્ય એક નહીં પરંતુ અનેક નોંધ પાત્ર અને ચાવી રૂપ કામ કરેલ છે તેમજ શિક્ષણ ક્ષેત્રે કેજીએનથી કોલેજ સુધી અને સાયન્સ સુધી અભ્યાસ માટે જબરી અને વિશાળ વ્યસસ્થા ઉભી કરવા માં આવી છે.

પીર સૈયદ દાદા બાપુ અને તેમજ શહેજાદા કોય પણ નાત જાતના ભેદ ભાવ રાખ્યા વિના અને કોમી એકતા મજબૂત બને તેમજ જરૂરિયાત મંદોને સહાય કરવા કરવાનું ચૂકતા નથી.સમાજ માં ઘુસી ગયેલ કુરરિવાજોને તિલાંજલિ આપવી સમાજના ઉન્નતિ પ્રગતિ અને કોમી એકતાનું વાતાવરણ મજબૂત બને અને શાંતિ જળવાઈ રહે તેવા કાર્યો અને પ્રયત્ન કરે છે.

(12:48 pm IST)