Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

શિલોદરમાં હવનકુંડમાં પડી જતાં ૪ વર્ષની નેહા દાઝી ગઇ

રાજકોટ તા. ૩૦: વેરાવળ સોમનાથ ગીર તાબેના શિલોદરમાં માતાજીના મંદિર નજીક રહેતાં જીવાભાઇ ચોપડા (રબારી)ની દિકરી નેહા (ઉ.વ.૪) ગઇકાલે સાંજે ઘર પાસેના મંદિરે રમતી રમતી હવનકુંડમાં પડી જતાં બંને પગે દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

નેહા બે બહેનમાં મોટી છે. તેના પિતા મજુરી કરે છે. દશેરાનો હવન મંદિરમાં કરવામાં આવ્યો હોઇ તેના કુંડમાં હજુ પણ અગ્નિ પ્રજ્વલીત હોઇ નેહા રમતી રમતી અકસ્માતે કુંડમાં પડી જતાં દાઝી ગયાનું તેના પરિવારજનોએ કહ્યું હતું.

(11:26 am IST)