Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

રાજાપાઠમાં મિત્રોને નપુસંક કહેતા ત્રણ મિત્રોએ સાથે મળીને ચોથાને પતાવી દીધો

ભુજમાં માળીની હત્યાનો ભેદ ઉકેલાયો, ત્રણે હત્યારા મિત્રોની ધરપકડ

 ભુજ,તા.૩૦ : ગત ૨૦ મી તારીખે ભુજના નવી રાવલવાડી વિસ્તારના પાર્ટી પ્લોટમાંથી શિવા માતોપ્રસાદ દ્વિવેદી નામના યુવાન માળીની હત્યાનો ભેદ ભુજ એલસીબી અને એ ડિવિઝન પોલીસે ઉકેલી ત્રણ આરોપીઓને રાજસ્થાનથી ઝડપી પાડ્યા છે. મૃતક માળી શિવાને તેના પાર્ટી પ્લોટના માલિકે ઠપકો આપ્યો હોઈ શિવો તેના માલિકના પુત્રનું અપહરણ કરવા ઇચ્છતો હતો. આ બાબતે તેણે પોતાના ત્રણ અન્ય મિત્રોને વાત કરી હતી અને રાત્રે ખાવાપીવાની પાર્ટી કરી હતી. દરમ્યાન ત્રણ મિત્રોએ આ બાબતેના પડતાં શિવાએ તેમને નપુંસક કહેતા રાજાપાઠમાં વાત વણસી હતી. વીફરેલ ત્રણ મિત્રો નિરવ અશોક સોની, ચેતન ખીમજી દવે અને અનિલ ધનજી બીજલાણીએ પાવડાના હાથા અને પટ્ટા વડે શિવાને માર મારી તેની હત્યા કરી હતી. હત્યા બાદ સિરોહી રાજસ્થાન નાસી છુટેલા ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે.

(11:34 am IST)