Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

દ્વારકા જિલ્લામાં મોડીરાત્રે મોટાપાયે કિંમતી ગણાતી જમીન પર મેગા ડિમોલિશનની તૈયારી !

ઐતિહાસિક ડિમોલિશનની તૈયારીના ભાગરૂપે જિલ્લા પોલીસવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ તથા એલસીબી, એસઓજીની બ્રાન્ચ જિલ્લા ભરની મોટી સંખ્યામાં પોલીસ કાફલો સજ્જ :અત્યંત ગુપ્તરીતે તૈયારીનો ધમધમાટ

(કૌશલ સવજાણી દ્વારા )  જામ ખંભાળિયા :  દ્વારકા જિલ્લામાં વિખ્યાત ગણાતા ધર્મસ્થાન બેટ ગામે મોડીરાત્રથી મોટાપાયે અત્યંત કિંમતી ગણાતી જમીન ઉપર ડિમોલિશન શરૂ થનાર હોવાનું બિન સત્તાવાર જાણવા મળી રહ્યું છે, આ ઐતિહાસિક ડિમોલિશનની તૈયારીના ભાગરૂપે જિલ્લા પોલીસવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ તથા એલસીબી, એસઓજીની બ્રાન્ચ જિલ્લા ભરની મોટી સંખ્યામાં પોલીસ કાફલો તથા બહારગામથી બોલાવેલ મોટી સંખ્યામાં બોલાવેલ પોલીસ કાફલો બપોરે ત્રણ વાગ્યા સુધીમાં દ્વારકા પોલીસ મથકે હાજર થવાનો આદેશ કરાયો હતો,

  ઉપરાંત અતિ મેગા ડિમોલિશનની ફરજમાં મુકવામાં આવેલ લેડીઝ અને જેન્ટ્સ પોલીસકર્મીને રહેવા માટે અલગ અલગ ઉતારાની પણ વ્યવસ્થા કરાઈ છે જેના પરથી માનવામાં આવી રહ્યું છે કે આ ડિમોલિશન લાંબો સમય અથવા કેટલાક દિવસો પણ ચાલે તો નવાઈ નહીં ,

  આમ હાલ આ ડિમોલિશનને લઈને ભારે ઇંતેઝારી અને સસ્પેન્સ સર્જાયું છે હાલ આ ડિમોલિશન દ્વારકા જિલ્લા ઉપરાંત ઇતિહાસિક બની રહે તો નવાઈ નહિ જેની તૈયારી માટે અધિકારીઓ અત્યંત ગુપ્ત રીતે કામ કરી રહ્યા હોવાનું બિન સત્તાવાર રીતે જાણવા મળે છે

(7:44 pm IST)