Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

દિવાળી શારદા પૂજન ચોપડા ખરીદવા માટેના શુભમુહૂર્તો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૩૦:  શહેર તથા જૂનાગઢ જીલ્લામાં આદરણીય સ્થાન ધરાવતા વૈષ્ણવ સંપ્રદાય તેમજ સ્વામી નારાયણ સંપ્રદાયના જયોતિષી શ્રી દિનેશકુમાર અનંતરાય ભટૃ એ (જૂનાગઢ નિવાસ) દશેરા (વિજયા દશમી) શરદ પૂનમ તેમજ પુષ્પ યોગ, ઘનતેરસ, શારદાપૂજન તેમજ ચોપડા ખરીદવાના શુભ મુહુર્તો આપેલ છે.

જૂનાગઢ પ્રસિધ્ધ જયોતિષ શ્રી દિનેશકુમાર અંનતરાય ભટ્ટએ જૂનાગઢના પ્રસિધ્ધ કાગદી પુજા સ્ટેશનર્સ માલીવાડા રોડ જૂનાગઢના પ્રયાસોથી નીચે મુજબ આપેલા છે.

દશેરા (વિજયા દશમી): સંવત ર૦૭૮ આસો સુદી દસમ બુધવાર તા. ૦પ-૧૦-ર૦રરના રોજ દશેરા (વિજયા દશમી) મનાવવામાં આવશે. વેપારી વર્ગ, દેવમંદિર, તેમજ ક્ષત્રિયોઓ એ આ દિવસે સમીપૂજન કરવું દશેરા (વિજયા દશમી) ના ચોપડા ખરીદવા તેમજ ઓર્ડર આપવાના શુભ મુહુર્તો સવારે ૬ કલાક ૪ર મીનીટથી સવારે ૯ કલાક ૩૮ મીનીટ સુધી લાભ તેમજ અમૃત ચોઘડીયા તેમજ સવારેે ૧૧ કલાક ૬ મીનીટથી બપોરે ૧ર કલાક ૩૪ મીનીટ સુધી શુભ ચોઘડીયું તેમજ બપોરે ૩ કલાક ૩૦ મીનનીટથી સાંજ ૬ કલાક ર૬ મીનીટ સુધી ચલ તેમજ લાભ ચોઘડીયાં તેમજ રાત્રે ૮ કલાક ર મીનીટથી રાત્રે ૧ર કલાક ૩૮ મીનીટ સુધી શુભ, અમૃત તેમજ ચલ ચોઘડીયાં

શરદપૂનમઃ સંવત ર૦૭૮ આસો સુદી પૂનમ રવિવાર તા. ૦૯-૧૦-ર૦રરના રોજ શરદપૂનમ મનાવવામાં આવશે. ચોપડા ખરીદવા તેમજ ઓર્ડર આપવાના શુભ મુહુર્તો સવારે ૮ કલાક ૧૧ મીનીટથી બપોરે ૧ર કલાક ૩પ મીનીટ સુધી ચલ, લાભ તેમજ અમૃત ચોઘડીયા તેમજ બપોરે ર કલાક ૩ મીનીટથી બપોરે ૩ કલાક ૩૧ મીનીટ સુધી શુભ ચોઘડીયું તેમજ સાંજેે સૂર્યાસ્ત ૬ કલાક ર૭ મીનીટથી રાત્રે ૧૧ કલાક ૩ મીનીટ સુધી શુભ, અમૃત તેમજ ચલ ચોઘડીયું.

પુષ્ય નક્ષત્રઃ સંવત ર૦૭૮ આસો વદી આઠમ મંગળવાર તા. ૧૮-૧૦-ર૦રર ના રોજ પુષ્ય નક્ષત્ર છે. આ દિવસે મંગળ પુષ્પ યોગ છે. ચોપડા ખરીદવા તેમજ ઓર્ડર આપવાના શુભ મુહુર્તો સવારે ૯ કલાક ૪૦ મીનીટથી બપોરે ૧ કલાક પ૮ મીનીટ સુધી ચલ, લાભ તેમજ અમૃત ચોઘડીયાં તેમજ બપોરે ૩ કલાક ર૪ મીનીટથી બપોરે ૪ કલાક પ૦ મીનીટ સુધી શુભ ચોધડીયું તેમજ રાત્રે ૭ કલાક પર મીનીટથી રાત્રે ૯ કલાક ર૬ મીનીટ સુધી લાભ ચોધડીયું.ઙ્ગ

ધનતેરસઃ લક્ષ્મીપૂજન ચોપડા ખરીદવા ગાદી બીછાવવા વગેરેના શુભ મુહુર્તો સંવત ર૦૭૮ આસો વદી બારસ શનિવારે તા. રર-૧૦-ર૦રર ના રોજ સાંજે ૬ કલાક ૩ મીનીટ પછી ધનતેરસનો પ્રારંભ થાય છે. જે બીજા દિવસે એટલે કે આસો સુધી તેરસ રવિવાર તા. ર૩-૧૦-ર૦રર ના રોજ સાંજે ૬ કલાક ૪ મીનીટ સુધી ધનતેરસ છે. પોતાની પરંપરા પ્રમાણે ધનતેરસની પુજા કરાવવી રાત્રે પુજા કરતા હોય તે લોકોએ આસો વદી બારસ શનિવારે ધન તેરસના પ્રારંભ પછી પુજા કરાવવી તેમજ સવારે પુજા કરનાર વ્યકિતએ આસો વદ તેરસ રવિવારે સવારે પુજા કરાવવી. શનિવારે ધનતેરસ પ્રારંભ સાંજે ૬ કલાક ૩ મીનીટ પછી થાય છે. તેથી સાંજે ૬ કલાક ૧૭ મીનીટથી રાત્રે ૭ કલાક પ૧ મીનીટ સુધી લાભ ચોઘડીયું તેમજ રાત્રે ૯ કલાક રપ મીનીટથી રાત્રે ર કલાક ૭મીનીટ સુધી શુભ, અમૃત તેમજ ચલ ચોધડીયાં તેમજ મોક્ષ રાત્રે પ કલાક ૧પ મીનીટથી સવારે ૬ કલાક ૪૯ મીનીટ સુધી સુર્યોદય પહેલા લાભ ચોઘડીયું તેમજ રવિવારે સવારે ૭ કલાક ૧પ મીનીટથી સવારે બપોરે ૧ર કલાક ૩૩ મીનીટ સુધી ચલ, લાભ અમૃત ચોઘડીયાં તેમજ બપોરે ૧ કલાક પ૯ મીનીટથી ૩ કલાક રપ મીનીટ સુધી શુભ ચોઘડીયુંઙ્ગ

દિવાળી : દિપોત્સવી શારદાપૂજનના વગેરેના શુભ મુહુર્તોઃસંવત ર૦૭૮ આસો વદી ચૌદસ સોમવાર તા. ર૪-૧૦-ર૦રર ના રોજ દિવાળી મનાવવામાં આવશે. આ દિવસે દિવાળી સાંજેે પ કલાક ર૮ મીનીટથી શરૃ થાય છે. આ પ્રદોષ વ્યાપીની અને નિશિથ વ્યાયની અમાવસ્યા હોવાથી આ દિવસે લક્ષ્મી પૂજન કરવું શાસ્ત્ર સંમત છે. દિવાળીના શુભ મહુર્તો સાંજે પ કલાક ર૮ મીનીટથી સાંજેે ૬ કલાક ૧૦મીનીટ સુધી અમૃત ચોઘડીયાંનો અમુક ભાગ તેમજ સાંજે સૂર્યાસ્ત ૬ કલાક ૧૦ મીનીટથી સાંજે ૭ કલાક ૪પ મીનીટ સુધી ચલ ચોધડીયું. તેમજ રાત્રે ૧૦ કલાક પપ મીનીટથી રાત્રે ૧ર કલાક ૩૦ મીનીટ સુધી લાભ ચોઘડીયું. તેમજ રાત્રે ર કલાક પ મીનીટ વહેલી સવારે ૬ કલાક પ૦ મીનીટ સુધી શુભ, અમૃત, તેમજ ચલ ચોઘડીયું.ઙ્ગ

પ્રદોષ કાળ પ્રમાણે સોમવારે સાંજે ૬ કલાક ૧૩ મીનીટથી રાત્રે ૮ કલાક ૧ મીનીટ સુધી પ્રદોષ કાળનો સમય શ્રેષ્ઠ ગણાય છે. તેમજ વૃષભ લગ્ન પ્રમાણે સાંજે ૭ કલાક ૧૯ મીનીટ સુધી રાત્રે ૯ કલાક ૧૭ મીનીટ સુધી વુષભ લગ્ન ચોપડા પૂજન માટે શુભ ગણાય છે.ઙ્ગ

નુતન વર્ષ ગોવર્ધન પુજા ઉત્સવઃ સંવત ર૦૭૯ કારતક સુદ એકમ બુધવાર તા. ર૬-૧૦-ર૦રર ના રોજ નુતન વર્ષનો પ્રારંભ થશે. સંવત ર૦૭૯ નુતન વર્ષ ચોપડામાં મિતી પધરાવવાના મુહુર્તો સવારેે ૬ કલાક પ૦ મીનીટથી સવારે ૯ કલાક ૪૦ મીનીટ સુધી લાભ તેમજ અમૃત ચોઘડીયાં તેમજ ૧૧ કલાક પ મીનીટથી બપોરે ૧ર કલાક ૩૦ મીનીટ સુધી શુભ ચોઘડીયું. તેમજ ગોવર્ધન પુજા પણ આ દિવસે મનાવવામાં આવશે.ઙ્ગ

ભાઈબીજઃ સંવત ર૦૭૯ કારતક સુદ એકમ બુધવારે તા. ર૬-૧૦-ર૦રર ના રોજ ભાઈબીજ મનાવવામાં આવશેે.ઙ્ગ

લાભપંચમીઃ સંવત ર૦૭૯ કારતક સુદ ચોથ શનિવારે તા. ર૯-૧૦-ર૦રરના રોજ લાભ પંચમી મનાવવામાં આવશે. પાચમનો ક્ષય છે.

જલારામ જયંતિઃ સંવત ર૦૭૯ કારતક સુદ સાતમ સોમવારે તા. ૩૧-૧૦-ર૦રરના રોજ જલારામ જયંતી મનાવવામાં આવશે.ઙ્ગ

નોંધઃદશેરા, શરદપૂનમ, પુષ્ય નક્ષત્ર, ધનતેરસ, દિવાળી, નુતન વર્ષ વગેરેના શુભ મુહુર્તો જૂનાગઢના પ્રખ્યાત જયોતીષી દિનેશકુમાર અનંતરાય ભટ્ટે સૂયોધ્ય, સૂર્યાસ્તની ગણતરી કરીને આપેલા છે. તેમજ પ્રદોષ કાળ પ્રમાણે વૃષભ લગ્ન ગણતરી પૂર્વક આપેલ છે.

વધુ વિગત માટે જૂનાગઢ કાગદી પૂજાસ્ટેશનર્સ માલીવાડા રોડ, જુની સેન્ટ્રલ બેંકની સામે જૂનાગઢવાળા હિતેષભાઈ પારેખનો સંપર્ક કરવો. મો. નં. ૯૯ર૪૩ રપ૭૩ર / ૯૯૦૪૦ ૩૪ર૧૧

(2:57 pm IST)