Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

પોરબંદરનાં વીજ કચેરીના મીટર રીડરો ઇલે. બીલો આપવા અન્ય વ્યકિતને મોકલતાની ફરિયાદો

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૩૦ : વીજ કચેરીના મીટર રીડરો ઘેર ઘેર જઇને ઇલે. મીટરના આંકડા નોંધીને વીજ બીલ આપવાની કામગીરી કરે છે. પરંતુ ઇલે. મીટર રીડરો પોતાની ફરજ બજાવવાને બદલે અન્ય વ્યકિત કે જે વીજ કચેરીના કર્મચારી નથી તેઓને મોકલીને વીજ બીલ બનાવવાનું કામ સોંપતાની ફરિયાદો ઉઠી છે.

મીલપરામાં વીજ બીલ માટે વીજ કચેરીનામીટર રીડરને બદલે અન્ય વ્યકિતને મોકલતા હોવાની જાણ લોકોએ વીજકચેરીના કાર્યપાલક ઇજનેરને કરતા તપાસ કરતા વીજ કચેરીના મીટર રીડરને બદલે અન્ય વ્યકિત ઇલે. બીલ માટે મીટર રીડર કરતાનું ખુલતા પગલા લેવા તજવીજ હાથ ધરાય છે.

વીજ કચેરીના કાર્યપાલક ઇજનેર કે.એચ.બક્ષીએ જણાવેલ કે ઘેર આવતા મીટર રીડરો ઉપર શંકા જાય તો મીટર રીડરોનંુ આઇડી પ્રુફ અને યુનિફોર્મ તપાસ કરવા અને અન્ય ગેરકાયદે વ્યકિત ઇલે. મીટરના રીંડીગ કરવા આવે તો વીજ કચેરીને જાણ કરવા જણાવેલ છે.

(2:05 pm IST)