Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

પોરબંદરમાં મોબાઇલમાં દર્શાવેલી વાનગી બનાવવાની ના પાડતા કળિયુગના પુત્રએ માતાને ધોકો માર્યો

(હેમેન્દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા.૩૦ : મોબાઇલમાં વીડીયોમાં દર્શાવેલી વાનગી બનાવવાની માતાએ ના પાડતા કળિયુગના પુત્રએ માતાને ધોકો મારીને ઇજા પહોંચાડી હતી.

રોયલ આર્કેટ ફલેટમાં રહેતા વર્ષાબેન પ્રમોદભાઇ થાનકીને તેના પુત્ર ધવલે મોબાઇલમાં એક વાનગી બનાવવાની રીતનો વિડીયો બતાવીને આવી વાનગી બનાવવાનું માતાને કહેતા, આવી વાનગી બનાવતા આવડતુ ન હોય ના પાડતા પુત્ર ધવલ ઉશ્કેરાઇને એક ચપ્પુ લઇ આવેલ અને આ ચપ્પુ માતાએ ઝૂંટવી લેતા પુત્ર ધોકો લઇને આવીને માતા વર્ષાબેનના જમણા હાથમાં ધોકો મારીને ફેકચર ઇજા કરી હતી. અને માતાને મારી નાખવા ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ કમલાબાગ પોલીસ સ્ટેશનમાં માતાએ નોંધાવી છે. વધુ તપાસ પી.એસ.આઇ.વી.ડી. વાઘેલા ચલાવી રહ્યા છ.ે

(2:04 pm IST)