Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

જામનગર જીલ્લાનાં ફલ્લા અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પ્રાચીન રાસ ગરબાની રમઝટ

ફલ્લા :જામનગર તાલુકાનાં ફલ્લા ગામ તથા નજીકના ગામોમાં નવરાત્રી મહોત્‍સવ ઉજવાય રહયો છે. ફલ્લા ગામે શ્રી જય અંબે ગરબી મંડળ, શ્રી મોમાઇ ગરબી મંડળ, શ્રી સચ્‍ચીઆઇ ગરબી મંડળ, શ્રી ચામુંડા ગરબી મંડળ, મચછો માતાજીઅને અંબાજીમાંના મંદિરે ગરબી લેવામાં આવે છે. ફલ્લા નજીકનાં બેરાજા ગામે ગાત્રાળ ગરબી મંડળ જય અંબે ગરબી મંડળ, વાવડી ગામે ખોડીયાર, અને ચામુંડા ગરબી મંડળ, નેરાડા ગામે હરસિધ્‍ધી ગરબી મંડળ, રામપર ગામે ખોડીયાર અને ચામુંડા ગરબી મંડળ, રણજીતપર ગામે અને ખીલોસ ગામે ખોડીયારગરબી, આશાપુરા ગરબી મંડળ, લાખાણી ગામે આશાપુરા ગરબી મંડળદ્વારા માતાજીનાગરબી લેવામાં આવે છે. ગ્રામ્‍ય વિસ્‍તારમાં લેવાતી ગરબી પ્રાચીન હોઇ છે ભકિતસભર વાતાવરણમાં દરેક ગામોમાં માય ભકતો માતાજીના ગુણગાન ગાય છે. (તસ્‍વીર :અહેવાલ : મુકેશ વરીયા -ફલ્લા)

(2:01 pm IST)