Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

આરાધનાધામ પ્રકળત્તિ પરિચય શિબિર યોજાઈ

 જામનગરઃ ગ્રીન કોમ્‍યુનીટી/ચૈતન્‍ય ચેરીટેબલ ટ્રસ્‍ટ જામનગર દ્વારા  આરાધનાધામ ખાતે સિહણ ડેમના સાનિધ્‍યમાં ‘એક દિવસીય પ્રકળત્તિ પરિચય શિબિર' યોજાયો હતો.    ‘એક દિવસીય પ્રકળત્તિ પરિચય શિબિરનો ઉદેશ આજના મોબાઇલ અને વેબ સીરીઝના યુગમાં બાળકો પ્રકળત્તિને ભૂલી ગયા છે, શુદ્ધ અને ખુલ્લી હવામાં રહેવું દિવસે દિવસે દુષ્‍કર થતું જાય છે, હરિયાળી ધરતી માતાના ખોળામાં ખુન્‍દવાનો અવસર ઓછો થતો જાય છે ત્‍યારે સિહણ ડેમના સાનિધ્‍યમાં, શુદ્ધ અને ખુલ્લી હવામાં, કુદરતના ખોળે, લીલીછમ હરિયાળી ની વચ્‍ચે, નદી-નાળા ખુંદતા, નાના નાના ડુંગરાઓની વચ્‍ચે બાળકો આખો દિવસ રહીને પ્રકળત્તિમય બની ગયા હતા અને પૂરે પુરા ખીલ્‍યા હતા, અને મન ભરીને પરંપરાગત રમતો રમ્‍યા હતા, ‘એક દિવસીય પ્રકળત્તિ પરિચય શિબિરમાં ૨૦ બાળકોએ લાભ લીધેલ હતો. આ તકે બધા બાળકો એ આરાધનાધામ ખાતે આવેલ સુપ્રસિદ્ધ જૈન દેરાસર, તેમજ આર્ટ ગેલેરીની મુલાકાત લીધેલી હતી. આ તકે બધા બાળકોએ પર્યાવરણની કાળજી રાખીને પોતાનું રોજિંદુ જીવન કેવું હોવું જોઈએ તે વિષે પોતાના અનુભવો અને મંતવ્‍ય આ અનોખી પ્રકળત્તિ પરિચય શિબિરમાં વ્‍યક્‍ત કરેલા હતા. વળક્ષોનું મહત્‍વ વિષે  અને ઇકો બ્રિકસ વિષે હિતેશ પંડ્‍યા, કાજલ પંડ્‍યાએ સમજ આપી હતી. કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ચૈતન્‍ય ચેરીટેબલ ટ્રસ્‍ટ જામનગર ના ફાઉન્‍ડર અને ટ્રસ્‍ટી હિતેશ પંડ્‍યા, કાજલ પંડ્‍યા, શિક્ષક ગણ અને સ્‍ટાફે જહેમત ઉઠાવી હતી. ગ્રીન કોમ્‍યુનીટી અને પ્‍લાસ્‍ટિક ફ્રી જામનગર અભિયાન તેમજ વળક્ષારોપણ માટે ગ્રીન આર્મી માં જોડાવવા માં રસ ધરાવતા મિત્રો એ વધુ વિગત માટે હિતેશ/કાજલ પંડ્‍યા નો ૯૪૨૮૯૮૬૦૨૬/૭૪૦૫૭૭૫૭૮૭ ઉપર સંપર્ક સાધવો..

(1:55 pm IST)