Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

સુરેન્દ્રનગરના વણાની હાઇસ્કૂલમાં ભગતસિંહનો જન્મદિન ઉજવાયો

 વઢવાણ : શ્રી શાહ એમ. વી.ટી. હાઇસ્કૂલ વણા ખાતે વીર ભગતસિંહની જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા ભગતસિંહજીના જીવન ચરિત્ર પર વકતૃત્વ સ્પર્ધા, એક પાત્રીય અભિનય તથા સમુહગીત જેવી પ્રવૃત્તિઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધિકારી કિશોરભાઇ બારોટ, બીટ નીરીક્ષક અને એજયુકેશન ઇન્સપેકટર પંડયા તથા સંસ્થાના મંત્રી નરપતસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા.આચાર્ય વાય. એચ. રાણા દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીનો કચેરીનો આભાર માનવામાં આવ્યો હતો. તથા વાલીઓએ પણ પ્રસન્નતા વ્યકત કરી હતી. તથા વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા.(તસ્વીર-અહેવાલ : ફઝલ ચૌહાણ વઢવાણ)(

(12:39 pm IST)