Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

મીઠાપુરનાં સેવાભાવી વિજયભાઈ દ્વારા અનોખું સેવાકાર્ય

 મીઠાપુર  : દર વર્ષ વિઘ્નહર્તા અને બધા જ દેવોમાં સૌથી પ્રથમ પૂજાતા અને દુંદાળા દેવ તરીકે ઓળખાતા એવા શ્રી ગણેશજીનો ગણેશચતુર્થીનો તહેવાર ભારે આનંદ અને ઉત્સાહથી ઉજવાતો હોય છે. આ તહેવાર માં ભકતો શ્રી ગણેશજીની મૂર્તિઓ ઘરે અથવા પંડાલમાં લાવી ભારે આસ્થા સાથે પૂજા અર્ચના કરતા હોય છે. ત્યારબાદ ગણેશની મૂર્તિઓ ને વાજતે ગાજતે પાણીમાં પધરાવી વિસર્જન કરતા હોય છે. ઘણીવાર આ મૂર્તિઓ થોડા દિવસો બાદ પાણીની બહાર આવી જતી હોય છે. તેથી મીઠાપુરમાં રેહતા અને ગૌશાળા ચલાવતા સેવાભાવી વિજયભાઈ પાનખણીયા અને તેમની ટીમ દ્વારા છેલ્લા ત્રણ વર્ષોથી આવી મૂર્તિઓ કે જે વિસર્જન બાદ પાણીની બહાર આવી જતી હોય છે તેને એકત્ર કરી બોટ દ્વારા દરિયામાં જઈ ઊંડા પાણીમાં પધરાવી દેવામાં આવે છે કે જેથી કરીને લોકોની ધાર્મિક લાગણી પણ ના દુભાય. આ વર્ષે પણ વિજયભાઈ દ્વારા આવી જ રીતે આ કાર્ય કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં તેમની સાથે મહેન્દ્રભાઈ લાડવા, અશ્વિનભાઈ કંસારા, હિરેનભાઈ ધોકિયા, ગોપાલભાઈ ગાયકવાડ, કાવ્ય પાનખણીયા જોડાયા હતા.(તસ્વીર- અહેવાલ : દિવ્યેશ જટણીયા મીઠાપુર)(

(2:54 pm IST)