Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

પ્રભાસપાટણની દ્વારકેશ પાર્ક સોસાયટીમાં નવદુર્ગા ગરબી

પ્રભાસપાટણઃ (મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) દ્વારકેશ પાર્કમાં છેલ્લા ૧૧ વર્ષથી ગરબાનું આયોજન થાય છે પણ કોરોના કાળ દરમિયાન બે વર્ષ બાદ આ વખતે ફરી પરંપરાગતમાતાજીની આરાધનાનું પર્વ એવા નવલા નોરતા ચાલી રહ્યા છે. ત્યારે નવદુર્ગા ગરબીનું આયોજન. જેમાં અર્વાચીન રાસ ગરબા સાથે હજુ પણ પ્રાચીન ગરબીઓનો દબદબો જોવા મળે છે. ગરબીમાં સોસાયટીના દરેક જ્ઞાતિના બાળકો અને બાળાઓ નવરાત્રીના નવ દિવસ રાસ - ગરબે રમે છે . સોસાયટીના મોટી ઉંમરના પુરુષો અને માતાઓ પણ રાસ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરે છે દરરોજ બાળાઓને પ્રસાદી તથા નાસ્તો અપાય છે અને દશેરાના દિવસે બાળાઓને લ્હાણી વિતરણ કરાશે.(

(12:28 pm IST)