Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

જુનાગઢ જીલ્લા પ્રા.શિક્ષક સંઘના પ્રમુખ નાધેરાના પત્‍નીને શ્રધ્‍ધાંજલી

પુર્વ નાયબ નિયામક ઉપધ્‍યાયની

જુનાગઢ, તા,, ૩૦ કમિશ્નર શાળાઓની કચેરીના પુર્વ નાયબ  નિયામક આર.એસ. ઉપાધ્‍યાયે જુનાગઢ જીલ્લા પ્રાથમીક શિક્ષક સંઘના પ્રમુખ પરબતભાઇ નાઘેરીના ધર્મપત્‍ની જશુબેન નાધેરાને શ્રધ્‍ધાંજલી પાઠવી છે.

જશુબેન નાધેરાનું ગઇકાલે અવસાન  થતા શ્રી ઉપાધ્‍યાયે પરબતભાઇ નાધેરાને દિલસોજી પત્ર પાઠવીને જશુબેનના નિધન સબબ દુઃખ વ્‍યકત કર્યુ હતું અને જણાવ્‍યું હતુ કે કુટુંબમાંથી જયારે એક વ્‍યકિતની કાયમી  વિદાય થાય ત્‍યારે એ દુઃખ અસહય બને છે. પરીવાર ઉપર આવેલ આપતીના સમયે મારો પરિવાર આપના પરિવારની સાથે છે.

(12:03 pm IST)