Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

ખંભાળિયાના બેહ ગામે જુંગીવારા ધામે આયુષ નિદાન-સારવાર મેગા કેમ્‍પ યોજાયો

ખંભાળિયા : તાલુકાના બેહ ગામ ખાતે જુંગીવારાની જાતરના દિવસે આયુર્વેદ- હોમીયોપેથી અને યોગનો પ્રચાર  પ્રસાર થઈ શકે તે હેતુથી ફી મેગા કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું કેમ્‍પની શરૂઆત બેહ ગામ ના સરપંચ પ્રવીણભાઈ.માયાણી, જુંગીવારા ધામ ના અન્ન ક્ષેત્રના ચેરમેન વેરશીભાઈ.માયાણી, ગઢવી સમાજ ના અગ્રણી પરબતભાઈ માયાણી,જિલ્લા આયુર્વેદ અધિકારી ડૉ.વિવક.વી. શુક્‍લ અને ગ્રામજનો દ્વારા દીપ પ્રગટાવી શરૂઆત કરવામાંઆવેલ. કેમ્‍પમાં ૩૭૮ દર્દીઓ એ સારવારનો લાભ લીધેલ. શાખાના યોગ નિષ્‍ણાંત દ્વારા ગ્રામજનોને અને દર્શનાર્થીઓને યોગ વિશે માહિતી આપી,  ચાર્ટ-બેનર દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલ આયુર્વેદ અને હોમીયોપેથીના સિધ્‍ધાંતોને લોકોએ  નિહાળેલ. જરૂરિયાતમંદ ૪૭ દર્દીઓને પંચકર્મ અને ૨૪ દર્દીઓને અગ્નિકર્મનુ માર્ગદર્શન આપવામાં આવેલ. ૧૨૩૦ લોકોને રોગપ્રતિકારક શક્‍તિવર્ધક હોમીયોપેથી દવા આર્સનિક આલ્‍બમનુ વિતરણ કરવામાં આવેલ. મેગા કેમ્‍પને સફળ બનાવવા આયુર્વેદ શાખા ના  વૈદ્ય રત્‍નાંગ દવે, વૈદ્ય વિશાલ કારાવદરા, વૈદ્ય ડિમ્‍પલ પી. પંડ્‍યા, વૈદ્ય પરેશ જેઠવા,વૈદ્ય કશ્‍યપ ચૌહાણ, ડૉ. મીરા.એચ.ચાવડા, ડો. નિલેશ.બીલવાલ, ડો. ઈવેંજલી ગામીત સેવક વિશાલભાઈ મિશ્રા, વિજયભાઈ છુછર, શ્વેતાબેન નકુમ, ભાવનાબેન નંદાણિયા,  રાજુભાઈઆંબલીયા, ચિરાગભાઈ.ભટ્ટ, સાગરભાઈ.વરવારીયા અને ડેટા એન્‍ટ્રી ઓપરેટર હિરેનભાઇ.ત્રિવેદી એ સેવા આપેલ હતી.

(12:01 pm IST)