Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

પોરબંદરમાં પુષ્‍ટી સંગીત સાથે મધુવન રાસોત્‍સવ

 પોરબંદર : સ્‍વ.માધવજીભાઇ ઠકરાર (નટવર મીલવાળા) પરિવાર સ્‍વ. વિક્રમસિંહ જાડેજા પરિવાર તથા સ્‍વ. પ્રાણભાઇ અને રંજનબેનબેન મહેતા (મહાવીર પ્રેસવાળા) પરિવારના માર્ગદર્શનનો છેલ્લા છ દાયકાઓનો અદ્દભૂત ઇતિહાસ ધરાવતી સંસ્‍કારિતા અને શિસ્‍તના પર્યાય સમી શેરી ગરબીની ઉત્તમ પ્રાણાલી પુનઃઉજાગર કરવા દાયકાઓથી અને ક સફળતમ આયોજનોનો અનુભવથી ભરતભાઇ રાજાણીના માર્ગદર્શનમાં વાડી પ્‍લોટના યુવક મંડળ જયારે ‘મઢુલી અને વી.ડી.બાપુના' નામથી પ્રખ્‍યાત શેરી ગરબીને ‘મધુવન રાસોત્‍સવ'ના નવા નામકરણ સાથે થોડા આધુનિક અને પુષ્‍ટિ રસ સભર દિવ્‍ય ઓપ સાથેના આયોજનમાં બીજા નોરતાના દિવસે વાડી પ્‍લોટ શેરી નં. એક વિવેકાનંદ ફલેટસની સામે ‘મધુવન રાોસત્‍સવ'માં શહેરના અનેક નામાંકિત મહાનુભાવોએ ઉપસ્‍થિત રહી આયોજકો અને ખેલૈયાઓનો ઉત્‍સાહ વધારેલ પદુભાઇ રાયચુરા, અનિલભાઇ કારીયા, દિલીપભાઇ ગાજરા, ડો.અનિલભાઇ દેવાણી, ડો. મહેશભાઇ દાયલાણી, ભાવિક દેવાણી, રાજુભાઇ બુધ્‍ધદેવ, પ્રદિપભાઇ મોનાણી, મુકેશભાઇ ઠકકર, સુભાષભાઇ ઠકરાર, વિજયભાઇ ઉનડકટ, કિરીટભાઇ ધોળકીયા, ભરતભાઇ પોપટ, ભુપેન્‍દ્રભાઇ દાસાણી, હર્ષિતભાઇ રૂધાણી, પુષ્‍પાબેન જોષી, શ્વેતાબેન કારીયા, જયશ્રીબેન બુધ્‍ધદેવ તથા ખેલૈયાઓ સાથે સ્‍થાનિકોએ મધુર ગીત પુષ્‍ટિ સંગીત રાસ ગરબા સાથે કૌટુંમ્‍બિક વાતાવરણમાં રંગેચંગે નિજાનંદની અનભુતિ કરેલ હતી. તે તસ્‍વીરો

(11:56 am IST)