Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

લીમડા અને જાળીયા વચ્‍ચે વાહન અડફેટે બાઇક ચાલકનું મોત

ભાવનગર,તા.૩૦ : ઉમરાળા તાલુકાના લીમડા અને જાળીયા ગામ વચ્‍ચે અજાણ્‍યા વાહન અડફેઠે જાળીયા ગામના યુવકનું મોત નીપજયું હતું.

વિગતો મુજબ જાળીયા ગામમાં રહેતા ભરતભાઈ ચૌહાણ પોતાનું મોટરસાયકલ નં. જી.જે. ૦૪ સી.સી. ૨૧૬૫ લઈને જાળીયાથી લીમડા ગામે શાકભાજી લેવા જઈ રહ્યા હતા ત્‍યારે રોડ પર આવેલ સ્‍કાય વિઝન હોટલ નજીક અજાણ્‍યા વાહને મોટરસાઇકલ ને અડફેટે લેતા ભરતભાઈને ગંભીર ઇજા થતા તેમને ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફત સારવાર અર્થે સિહોરના સરકારી દવાખાને લઈ જવાતા ફરજ પરના તબીબે તેને તપાસીને મરણ ગયેલ જાહેર કર્યા હતા.

આ બનાવ અંગે મૃતકના પિતરાઈ ભાઈ પરેશભાઈ ભીખાભાઈ ચૌહાણે અજાણ્‍યા વાહનના ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવતા ઉમરાળા પોલીસે તપાસ હાથ ધરી છે.

(12:15 pm IST)