Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

લીંબડીમાં સોની સમાજના યુવાનનો ફાંસો ખાધેલી હાલતમાં મળતદેહ મળ્‍યો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૩૦ : લીંબડી શહેરની શાકમાર્કેટ પાછળ આવેલા આચાર્ય પા શેરીમાં રહેતા ૨૦ વર્ષીય જયમીનભાઈ વસંતભાઈ સોનીનો મળતદેહ તેમના ઘરેથી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્‍યો હતો. જયમીનના મળતદેહને પીએમ માટે લીંબડી સિવિલ હોસ્‍પિટલે લઈ જવામાં આવ્‍યો હતો. જયમીનના મળત્‍યુના સમાચાર સાંભળીને સોની સમાજના લોકો હોસ્‍પિટલે દોડી આવ્‍યા હતા. જયમીને આત્‍મહત્‍યા કરી કે તેમની હત્‍યા કરવામાં આવી? તે કારણ હજુ અકબંધ છે. જયમીન પાસેથી એક ડાયરી મળી આવી છે. જેમાં ૭ લોકોના નામ લખેલા છે.

 જયમીનના મળત્‍યુ પાછળ ડાયરીમાં લખેલા નામના લોકો જવાબદાર છે કે નહીં તે તો પોલીસ તપાસ બાદ ખબર પડશે. પરંતુ જયમીને આત્‍મહત્‍યા કરી તો કયા કારણોસર? પરિવારમાં ઘર્ષણ કે પૈસા ઉઘરાણીનું દબાણ? હત્‍યા કરાઈ હોય તો શેના માટે હત્‍યા કરાઈ? હત્‍યા પાછળ કોણ-કોણ જવાબદાર? અનેક વણઉકેલા સવાલોએ શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો છે.  ૨૨ જુલાઈ લીંબડી પ્રા.શાળા નં.૧માં શિક્ષક તરીકે ફરજ બજાવતા રાજેશ પટેલનો મળતદેહ છાલિયા તળવામાંથી મળ્‍યો હતો. ૨૧ ઓગસ્‍ટે માળીવાડ વિસ્‍તારમાં રહેતા -પ્રહલાદ પટેલ, ૨ સપ્‍ટેમ્‍બરે દાવલશા શેરીમાં રહેતા બિલકિસબેન શામદાર અને૨૯ સપ્‍ટેમ્‍બરે આચાર્ય પા શેરીમાં રહેતા જયમીનનો મળતદેહ મળી આવ્‍યો હતો.

  ૭ માર્ચે લીંબડી શાકમાર્કેટમાં પૈસાની લેતીદેતી બાબતે જયમીને શાકભાજીના વેપારી મુન્ના દલવાડીને સાથે ઝઘડો કરી તેના પેટમાં છરીનો ઘા ઝીંકી દીધો હતો.

(11:40 am IST)