Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

દ્વારકા જિલ્લામાં દેશ વિરોધી ગતિવિધિ ? અન્‍ય જિલ્લામાંથી પોલીસ બોલાવીને ચેકીંગ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઇકાલ રાત્રીથી જુદા-જુદા વિસ્‍તારોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્‍યું હોવાનું જાણવા મળ્‍યું છે. જેમાં કોઇ દેશ વિરોધી ગતિવિધિ થઇ રહી હોવાનું પણ ચર્ચાય રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ ટીમની સાથે અન્‍ય જિલ્લામાંથી પણ પોલીસને બોલાવીને સર્ચ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્‍યું છે. પીએફઆઇ કે અન્‍ય કોઇ દેશદ્રોહી પ્રવૃત્તિ કરનાર કોઇ ભાંગફોડ કામગીરી કરી રહ્યું હોવાનું ચર્ચાય છે. જો કે કોઇ સત્તાવાર માહિતી પ્રાપ્‍ત થઇ નથી.

(10:12 am IST)