Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

જામકંડોરણામાં રઘુનાથજી મંદિર ગરબી તથા ભુલકા ગરબીમાં રાસ ગરબાની રમઝટ

(મનસુખભાઇ બાલધા દ્વારા) જામકંડોરણા,તા.૩૦ :  વિવિધ ગરબીઓમાં ખેલૈયાઓ રાસ ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે ત્‍યારે શહેરમાં આડી બજારમાં આવેલ પ્રાચીન શ્રી રઘુનાથજી મંદિરે વર્ષોથી પરંપરાગત રીતે યોજાતી ગરબીમાં નાની નાની બાળાઓ માતાજીનો આરાધના સાથે રાસ ગરબાની રમઝટ બોલાવી રહી છે તેમજ કોયાણી સમાજમાં શ્રી ખોડલધામ ભુલકા ગરબી મંડળ દ્વારા આયોજીત ખોડલધામ ભૂલકા ગરબીમાં એકી સાથે ૨૦૦ જેટલા ભૂલકાઓ ઉત્‍સાહ, ઉમંગ અને ભાવથી ગરબાની ધૂમ મચાવી રહ્યા છે.

(10:05 am IST)