Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

કચ્છના બે કુખ્યાત ચીટરોના જુથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણુ : ૧૦ ઘાયલ

સસ્તા સોનાના નામે સૌરાષ્ટ્ર - ગુજરાતમાં અનેક ઠગાઇ કરનાર લિયાકતઅલી અને ઓસમાણ સિદિક નોડેના જુથ બાખડ્યા

ભુજ તા. ૧ : કચ્છ અને કચ્છ બહાર સૌરાષ્ટ્ર ગુજરાતના અનેક શહેરોમાં સસ્તા સોના સહિત અન્ય આઇટમોના નામે ચીટીંગ કરનાર કુખ્યાત ઠગો વચ્ચે ભાગબટાઈના મામલે ચાલતી અંટસ ધીંગાણામાં પરિણમી હતી.

ભુજના ખાવડા પંથકના લુડીયા ગામે લિયાકતઅલી રસિદઉલ્લા અને ઓસમાણ સિદિક નોડે વચ્ચે ચીટીંગના રૂપિયા મામલે આપસી દુશ્મનાવટ ચાલતી હતી. થોડા દીવસ પહેલાં ભુજ, ખાવડામાં પણ બંને વચ્ચે થયેલ ઝઘડો, મારામારીના બનાવો પોલીસ ચોપડે ચડી ચુકયા છે. તેમાં લુડીયા ગામે બંનેના જુથ કુહાડી, ધારિયા વડે સામસામે આવી એકબીજા ઉપર તુટી પડતાં બંને પક્ષે મળીને ૧૦ જણા ઈજાગ્રસ્ત થયા હોઇ સારવાર માટે ભુજ દાખલ કરાયા છે. ખાવડા પોલીસે બંને જુથના ૩૦ જણા સામે રાયોટીંગ સહિતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:03 am IST)