Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

મોરબીના નવા જાંબુડીયા ગામે તાલુકા પોલીસનો જુગારનો દરોડો : રૂ,૧૨૨૮૦ ની રોકડ સાથે પાંચ જુગારીઓ ઝડપાયા

નવા જાંબુડીયા ગામે આવેલ સલાટપરામાં જાહેરમાં જુગાર રમતા ઝડપી લેવાયા

મોરબીના નવા જાંબુડીયા ગામે તાલુકા પોલીસે જુગારનો દરોડો પાડી ત્યાં જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
  મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નવા જાંબુડીયા ગામે આવેલ સલાટપરામાં જાહેરમાં જુગાર રમતા દેવાભાઈ બહાદુરભાઇ ગવારીયા, કલાભાઈ બચુભાઈ ભરવાડીયા, કરમશીભાઈ સીદીભાઈ ભરવાડીયા, જલાભાઇ સિંધાભાઈ ગોલતર અને છનાભાઈ મનજીભાઈ ગોહિલને રોકડ રકમ રૂ,૧૨૨૮૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

(8:55 pm IST)