Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

રાજકોટ જિલ્લાનો વર્ષ ૨૦૩૦ સુધીનો ક્લાયમેટ ચેંજ અને પર્યાવરણ એક્શન પ્લાન રજૂ કરાયો

જળવાયુ પરિવર્તન - પર્યાવરણીય અસરોના અભ્યાસ માટે રાજયમાં અમદાવાદ અને રાજકોટ જિલ્લાની પસંદગી: સરકારના સંબંધિત વિભાગોના સંકલનમાં રહીને વસુધા ફાઉન્ડેશન દ્વારા રજૂ કરાયેલું પ્રેઝન્ટેશન આગળની પોલીસી -પગલાઓ નક્કી કરવામાં ઉપયોગી બનશે:કલેકટર અરુણ મહેશ બાબુ: આગામી ૮૦ વર્ષમાં રાજકોટ જિલ્લામાં ૨૧ ટકા વરસાદ અને ગરમીના દિવસોમાં ૩૫ ટકાનો અને તાપમાનમાં ૨ ડીગ્રી સુધી વધારો થવાની સંભાવના ધ્યાને રાખી ભલામણો રજુ કરાઇ

રાજકોટ:કલાઇમેટ ચેન્જ વિભાગ ગુજરાત સરકારના સંકલનમાં નવી દિલ્હીની વસુધા ફાઉન્ડેશન સહિતની સંસ્થાઓએ જળવાયુ પરિવર્તન સહિતની નકારાત્મક અસરોને આગામી સમયમાં જરૂરી પગલાં લઇ ઓછી કરવા માટે કરવાની થતી પોલિસીઓ અને ભલામણો રજૂ કરવા માટે રાજ્યમાં રાજકોટ અને અમદાવાદ જિલ્લાની પસંદગી કરી છે.
  રાજકોટ કલેકટર અરૂણ મહેશ બાબુ અને જિલ્લા વહીવટી તંત્રના જળવાયુ પરિવર્તન પર પગલાં લઈ શકે તેવી કચેરીઓના અધિકારીઓ સમક્ષ નવી દિલ્હીની સંસ્થાના વસુધા ફાઉન્ડેશને અભ્યાસુ પ્રેઝન્ટેશન રજૂ કર્યો હતું
   પ્રેઝન્ટેશનમાં આગામી ૭૦ થી ૮૦ વર્ષમાં રાજકોટ જિલ્લામાં હાલના વિકાસ,વીજળીનો ઉપયોગ  અને ટ્રાન્સપોર્ટેશન પ્રગતિ અને રાજ્યની  સમગ્રયા સ્થિતિ સામે રાજકોટ જિલ્લાની સ્થિતિ જણાવી ગ્રીન એનર્જી, સોલાર રૂફ ટોપ યોજના, કુસુમ યોજના, ઉજ્વલા યોજના, ઇવાહનો, અમૃત યોજના ,સ્વચ્છ ભારત યોજના અને બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ તથા અન્ય યોજનાઓમાં વિશેષ કામગીરી સામે કામ કરવામાં આવે તો વર્ષ ૨૦૩૦ સુધીમાં જળવાયુ પરિવર્તનની નકારાત્મક અસરો પડશે અને આ માટે જુદા જુદા ક્ષેત્રે કરવાની થતી કામગીરી- પોલિસીમાં બદલાવ  સહિતની ભલામણો રજૂ કરી  હતી.
  કલેક્ટર રાજકોટ જિલ્લાનો કલાઇમેટ ચેન્જનો પ્લાન નું પ્રેઝન્ટેશન નિહાળી જણાવ્યું હતું કે   વસુધા ફાઉન્ડેશન દ્વારા ગીર  ફાઉન્ડેશન, શક્તિ સસ્ટેઇનેબલ એનર્જી ફાઉન્ડેશન તેમજ ગુજરાત સરકારના ક્લાઈમેટ ચેન્જ વિભાગના સંકલનમાં  રાજકોટ જિલ્લાનો વરસાદ, ગરમી ,ઠંડી અને અન્ય સેક્ટરમાં વર્ષ ૨૦૦૫ થી ૨૦૧૯ સુધીની વિશ્વસનીય માહિતી એકત્ર કરીને વર્ષ ૨૧૦૦ સુધીમાં થનારી અસરો અને વર્ષ ૨૦૩૦ને ધ્યાનમાં રાખીને કરવાના થતાં બદલાવની માહિતી અભ્યાસુ પૃથ્થકરણ રજુ કરી આપી છે. જેનો અભિયાસ કરી સરકાર કક્ષાએ દરખાસ્તો તેમજ ગ્રીન –સોલાર એનર્જી નો  વધું વપરાશ – ઇન્સટોલેશન માટે  સ્થાનિક  તંત્ર સાથે સંકલન, લોકોમાં જાગૃતિ સહિતનું આયોજન કરવામાં આવશે.
 આ પ્રેઝન્ટેશનમાં રાજકોટ જિલ્લામાં આગામી એશી વર્ષ સુધીમાં વરસાદના દિવસો વધશે નહીં પરંતુ વરસાદનું પ્રમાણ ૨૧ ટકા સુધી વધી શકે અને તાપમાનમાં એક થી બે ડિગ્રી વધારો ત.મજ  ગરમીના દિવસોમાં ૩૫ ટકાનો વધારો થવાની સંભાવના જોવા મળશે. જેથી  પુર સહિતની સ્થિતિ નિવારવા અત્યારથી લાંબાગાળાનું આયોજન માટે ભલામણો રજૂ કરવામાં આવી હતી.
 જિલ્લા કલેકટરએ ગુજરાત સરકાર દ્વારા જળવાયુ પરિવર્તનની સંભવિત અસરો સામે લાંબાગાળાનું આયોજન છે. જેમાં  નેશનલ કક્ષાએ સરાહનીય કામગીરી થઇ છે તેનો ઉલ્લેખ કરી રાજકોટ જિલ્લામાં પણ સોલાર રૂફ ટોપ યોજનાનો વિસ્તાર વધે ,બેટરી સંચાલિત વાહનોની પોલિસીમાં અમલવારી, વૃક્ષોનું વાવેતર, પર્યાવરણ  સહિતની કામગીરી રાજ્ય સરકારના માર્ગદર્શન વધારવામાં આવશે તેમ જણાવ્યું હતું.
  આ બેઠકમાં વસુધા ફાઉન્ડેશનના સીઇઓ શ્રીનિવાસ કૃષ્ણસ્વામી, ડાયરેક્ટર પ્રોગ્રામ  રમન મહેતા મેનેજર રીની દત્ત તેમજ પીજીવીસીએલ રાજકોટના એન.જી કારીયા  અને અન્ય કચેરીઓના અમલીકરણ  અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

(7:27 pm IST)