Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

પોરબંદરમાં મોટાભાગના સીસીટીવી કેમેરા બંધ

રાણીબાગ પાસે સીસીટીવી કેમેરાના લટકતા વાયરોઃ મોનેટરીંગ થતું નથી

(સ્મીત પારેખ દ્વારા) પોરબંંદર, તા., ૩૦: શહેરના મોટાભાગના સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવાની ફરીયાદો ઉઠી છે. રાણીબાગ પાસે સીસીટીવી કેમેરાના વાયરો નીકળી ગયા છે અને થાંભલા ઉપર લટકે છે.

શહેરનો હ્ય્દય સમાન ચાર રસ્તા પુર્વ પશ્ચિમ, ઉતર, દક્ષિણ જે નેશનલ હાઇવે નં. ૮ (બી) તથા કોસ્ટલ હાઇવે નં. ૮ (ઇ) સાથે જોડાયેલ છે અને ભાવસિંહજી પાર્ક રાણી બાગ ખાદી ભંડાર, મામા કોઠા, સુદામા મંદિરથી જોડાયેલા છે અને ભરપુર ખીચોખીચ માનવ અવરજવર તેમજ વાહન વહેવારથી ધમધમે છે. રાણી બાગ ખુણા ઉપર પોલમાં પુર્વ પશ્ચિમ બાજ નજર રાખતા સીસી કેમેરા ગોઠવવામાં આવેલ છે. આ કેમેરાનું યોગ્ય રીતે મોનીટરીંગ થતુ નથી.

આ સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે. તેના કનેકશનના વાયરો છુટો પડી લટકે છે જે જોઇ શકાય છે. જે વાયરો સીસી કનેકશનમાંથી છુટા પડી લટકે છે. જયારે કોઇ પણ ગંભીર પ્રકારના બનાવો બને ત્યારે સીસી કેમેરા બંધ હોઇ  અને તેના ફુટેજ મળે નહી. ગુનેગારો દોષીતો પણ પકડાઇ નહી. ઓથોરીટીને આ સીસી કેમેરા બંને બાજુના બંધ હોવાની પુરતી જાણકારી લેવામાં આવતી ન હોઇ તેમ જણાય છે. બંધ સીસીટીવી કેમેરો વહેલી તકે  ચાલુ કરાય તેવી લોકમાંગણી ઉઠી છે.

(1:15 pm IST)