Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

જામનગરના લતીપર વાડી વિસ્તારમાં માતા–પિતાના ઝગડાથી કંટાળી યુવતિએ ઝેરી દવા પી આયખું ટુંકાવ્યું

જામનગર, તા.૩૦: જામનગરની જી.જી.હોસ્પિટલના મેડીકલ યુનટી–પ ના એમ.ડી. ડો.એન.આર.રાઠોડ એ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.૯–૭–ર૦ર૧ના મરણજનાર માયાબેન રમેશભાઈ નારાયણભાઈ આદીવાસી, ઉ.વ.૧૭, રે. લતીપર વાડી વિસ્તાર, તા.જિ.જામનગર  વાળા ના બા–બાપુજી અવાર નવાર ઝઘડો કરતા હોય જેથી તેણીને માઠુ લાગી જતા જાતે જ વાડીમાં પડેલી જંતુનાશક ઝેરી દવા પી લેતા બેભાન હાલતમાં જામનગરની જી.જી.હોસ્પિટલમાં સારવારમાં હોય અને તા.ર૬–૭–ર૦ર૧ના મરણ થયેલ છે.

ટ્રક પાછળ ટ્રક ઘુસી જતા ડ્રાઈવર –કલીનરનું મોત

પંચ બી પોલીસ સ્ટેશનમાં બીપશભાઈ ભગવાનજીભાઈ દોઢીયા, ઉ.વ.૩ર, રે મહાલક્ષ્મી હાઈટ બ્લોક નં.ર૦ર, ૮૦ ફુટ રોડ, એમ્યુઝમેન્ટ પાર્ક, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૯–૭–ર૦ર૧ના આરોપી ટ્રક નં. જી.જે.૧૦–ઝેડ.–પ૩૯રનો ચાલકએ પોતાનો ટ્રક હાઈવે રોડ પર અસલામત રીતે રોડ પર ઉભી રાખી જતા રહેલ આ દરમ્યાન ફરીયાદી બીપશભાઈના ડ્રાઈવર લખસિંહ ઉર્ફે લખુભા હેમસિંહ સોઢા ઉ.વ.૩૬, રે. ગરબી ચોક, પાણીના ટાંકા પાસે નાઘેડી, તા.જિ.જામનગરવાળા ફરીયાદી બીપશભાઈ નો ટ્રક નં. જી.જે.૧૦–ટી.એકસ.–૬૩૦૬ નો લઈને નાઘેડી તરફ આવતા હતા ત્યારે રોડ પર પડેલ આરોપીના ટ્રક પાછળ અથડાતા ડ્રાઈવર લખસિંહ ઉર્ફે લખુભા હેમસિંહ સોઢા ને માથાના ભાગે તથા છાતીના ભાગે તથા પગમાં ગંભીર ઈજાઓ તથા કલીનર સિઘ્ધરાજસિંહ અગરસિંહ રાઠોડ, ઉ.વ.૪૬ વાળાને શરીરે ગંભીર ઈજાઓ થતા બંને જણા મરણ થયેલ છે.

દારૂના ચપલા ઝડપાયા

શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં કોન્સ. કૃણાલભાઈ ઘનશ્યામભાઈ હાલા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૯–૭–ર૦ર૧ના વનાણા બુટાવદર ગામના આરોપી શૈલેષભાઈ સોમાભાઈ મકવાણા ,રે. બુટાવદર ગામવાાળએ પોતાના રહેણાક મકાને ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂના ચપલા નંગ–૪, કિંમત રૂ.૪૦૦/– ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ગુનો કરેલ છે. તથા આરોપી શૈલેષ હાજર નહીં મળતા આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામજોધપુરમાં જુગાર રમતા ચાર ઝડપાયા

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. રાજદિપસિંહ કોશોરસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૯–૭–ર૦ર૧ના તાલુકા પંચાયત કચેરી પાછળ, આવેલ બકાલા માર્કેટમાં ચોક, જામજોધપુરમાં આ કામના આરોપીઓ નયનભાઈ ભાવીનભાઈ જાદવ, અજયભાઈ સુખાભાઈ ડાભી, અમીતભાઈ ભગવાનજીભાઈ વરાલીયા, જમનભાઈ દેવીદાસ ગોંડલીયા, રે. જામજોધપુર વાળા ગંજીપતાના પાના વડે રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન કુલ રોકડા રૂ.૩૬૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

નાગેશ્વર કોલોનીમાં જુગાર રમતી પાંચ મહિલા ઝડપાઈ

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. સંજયભાઈ ખીમાભાઈ કરંગીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૯–૭–ર૦ર૧ના નાગેશ્વર કોલોનીમાં સારીયા ફળીમાં શેરી પાસે, જામનગરમાં આ કામના આરોપીઓ શાંતુબેન મધુભાઈ દોણશીયા, શાંતીબેન હિતેશભાઈ પરમાર, કોમલબેન ભાવેશભાઈ પરમાર, અતુલાબેન રમેશભાઈ દોણશીયા, અનુબેન માધવભાઈ બારીયા, રે. જામનગરવાળા ગંજીપતાના પાના વડે જુગાર રમી રમતા કુલ રોકડા રૂ.૧૦,પપ૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

ધુનાધોરાજી ગામ પાસે જુગાર રમતા ત્રણ ઝડપાયા

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કોન્સ. ભયપાલસિંહ સહદેવસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૯–૭–ર૦ર૧ના ધુના ધોરાજી ગામે હરીપર(મેવાસા) ગામ જવાના રસ્તે પુલ પાસે વડલાના ઝાડ નીચે આ કામના આરોપી ભરતભાઈ ઉર્ફે જીતેશ વાલાભાઈ ડાભી, ખોડાભાઈ નટુભાઈ વાઘેલા, લાખાભાઈ વાલાભાઈ ડાભી, રે. ધુના ધોરાજી ગામવાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમતા કુલ રોકડા રૂ.૩૦૬૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

વર્લીમટકાના આંકડા લખતા બે ઝડપાયા : અગિયાર ફરાર

જામનગર : અહીં સીટી ભએભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. શીવરાજસિંહ નટુભા રાઠોડ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૯–૭–ર૦ર૧ના મોરકંડા રોડ, ગરીબનવાઝ સોસાયટી, ૮૦ ફુટના રોડ ઉપર પાનની કેબીન પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં આ કામના આરોપીઓ અબ્બાસભાઈ કાસમભાઈ મુસાભાઈ સાટી, હુશેનભાઈ બશીરભાઈ ઇસ્માઈલભાઈ ચૌહાણ, રે. જામનગરવાળા વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રોકડ રૂ.૧,૮૦૦/– તથા મોબાઈલ ફોન કિંમત રૂ.પ૦૦૦/– મળી કુલ રૂ.૬,૮૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા અન્ય આરોપી સલીમ કાકા, કાદરભાઈ ગોલાવારા, પવાભાઈ રેતીવાળા, મામા દુકાનવાળા, કાદરભાઈ મેમણ, મુકેશકાકા, સુરાભાઈ, આસીફભાઈ ઉર્ફે ઈંડો, હિતેષભાઈ સતવારા, અકબર સુમરા, ઈબ્રાહીમ ઉર્ફે ઈબલો કાસમભાઈ ખફી, રે. જામનગરવાળા ની અટક બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બીમારીથી કંટાળી જઈ યુવતિએ ઝેરી દવા પી લેતા મોત

કાલાવડ ગામે રહેતા રાજુભાઈ મેરૂભાઈ કીલાણીયા, ઉ.વ.૪૦, એ કાલાવડ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૮–૭–ર૧ના આ કામે મરણજનાર આરતીબેન મેરૂભાઈ કીલાણીયા, ઉ.વ.ર૧, રે. કૈલાશનગર, કાલાવડવાળા ને માથાનો તથા કમરનો દુઃખાવો હોય જેથી ઉંદર મારવાની દવા પી મરણ ગયેલ છે.

છાતીમાં દુઃખાવો ઉપડતા યુવાનનું મોત

ધ્રોલ તાલુકાના સોયલ ગામે રહેતા સુરેશભાઈ ચનાભાઈ ઝાપડા, ઉ.વ.૪૦ એ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, તા.ર૮–૭–ર૦ર૧ના આ કામે મરણજનાર દેવાભાઈ ચનાભાઈ ઝાપડા, ઉ.વ.૪પ, રે. સોયલ ગામ વાળા ને સોયલ ટોલનાકાની બાજુમાં હોટલ પાસે, અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા ઉલ્ટી કરવા લાગતા સારવારમાં જામનગરની જી.જી.હોસ્પિટલ માં લાવતા મરણ ગયેલ છે.

સિકકા ગામ જુગાર રમતા બે ઝડપાયા

સિકકા પોલીસ સ્ટેશનમાં કોન્સ. ભુપેન્દ્રસિંહ મહિપતસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૦–૭–ર૦ર૧ના સિકકા પંચવટી સોસાયટી, હનુમાન મંદિર પાસે, જાહેરમાં આ કામના આરોપીઓ હિતેષ વલ્લભદાસ કાનાણી, દિપકભાઈ ચંદુલાલ ખેતાણીયા, રે. સિકકા ગામ વાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમતા કુલ રોકડા રૂ.૧૦૩૪૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

જુગાર રમતા પાંચ ઝડપાયા

 પંચ બી પોલીસ સ્ટેશનમાં કોન્સ. ધર્મેન્દ્રસિંહ રમુભા ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૩૦–૭–ર૦ર૧ના કનસુમરા પાટીયા પાસે, એસ્સાર પેટ્રોલ પંપની પાછળ ફેસ–૩, પ્લોટ નં.૧૦ ની બાજુમાં જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે આ કામના આરોપીઓ રવિન્દ્ર હાકીમ જાટવ, પ્રમોદ ગોટીરામ જાટવ, રૂપેન છોટેલાલ જાટવ, રાકેશ ભગવાનદાસ જાટવ, દિપુ રાજેન્દ્રભાઈ જાટવ, ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમતા  રેઈડ દરમ્યાન અંગઝડતી તથા પટના રોકડા રૂપિયા મળી કુલ રોકડા રૂ.૧૧,ર૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:15 pm IST)