Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

વિવાનને દિલ્હીમાં સારવાર માટે આરોગ્ય મંત્રીને રજુઆત કરતા જુનાગઢના સાંસદ

ઉપરોકત તસ્વીરમાં આરોગ્યમંત્રીને રજુઆત કરતા રાજેશ ચુડાસમા નજરે પડે છે. (તસ્વીરઃ મુકેશ વાઘેલા)

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા., ૩૦:  જુનાગઢ અને ગિર સોમનાથના સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ જણાવ્યું હતું કે કોડીનારના આલીદર ગામના રહેવાસી અશોકભાઇ વાઢેરના અઢી માસના પુત્ર વિવાનને સ્પાઇન મસ્કયુલર એટ્રોફી નામની ગંભીર બિમારી થઇ છે આ બીમારીની સારવાર માટે ૧૬ કરોડની કિંમતનું ઇન્જેકશન વિદેશથી મંગાવવું પડે તેમ છે ત્યારે આ પરીવાર પર આટલી મોટી રકમ ભેગી કરવા માટે આભ ફાટી પડયું હોય તેવી સ્થિતિમાં મુકાયા છે. આ રકમ ભેગી કરવામાં ખુબ જ લાંબો સમય જાય તેમ હોય ત્યારે અમદાવાદના પશ્ચિમના સાંસદ ડો.કીરીટભાઇ સોલંકીને સાથે રાખી જુનાગઢ અને ગીર સોમનાથના સાંસદ રાજેશભાઇ ચુડાસમા કોડીનારના પુર્વ ધારાસભ્ય જેઠાભાઇ સોલંકીએ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાને વિવાન વાઢેરને એઇમ્સ હોસ્પીટલ દિલ્હીમાં દાખલ કરીને તમામ રીતે મદદરૂપ થવા માટે રજુઆત કરી હતી.

(1:13 pm IST)