Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

કેશોદ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા મૃતકોના અસ્થિ વિસર્જન હરદ્વારમાં કરવા અંતિમ દર્શન કાર્યક્રમ યોજાયો

કેશોદ સ્મશાન ખાતે અઢારસો અસ્થિઓને મૃતકના પરિવારજનોએ બે મિનીટ મૌનપાળી શ્રધ્ધાંજલી અર્પી

(સંજય દેવાણી દ્વારા) કેશોદ,તા.૩૦: કેશોદના માનવ સેવા ટ્રસ્ટ દ્વારા શહેરના હિન્દુ સ્મશાનમાંના અસ્થિઓને હરદ્વારમાં શાસ્ત્રોકત વિધિ અનુસાર અસ્થિ વિસર્જન કરવાનુું સેવાકીય કાર્ય છેલ્લાં બાવીસ વર્ષથી કરવામાં આવે છે. કેશોદ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા વર્ષમાં બે વખત ચૈત્ર માસમાં અને ભાદરવા માસમાં કાર્યક્રમ યોજવામાં આવે છે પરંતુ તાજેતરમાં કોરોના મહામારી વચ્ચે દોઢ વર્ષથી લોકડાઉનને કારણે કાર્યક્રમ નું આયોજન થયેલું નહોતું.

શહેરના સ્મશાન ખાતે ગઈકાલે તા. ૨૧/૪/૨૦૧૯ બાદ અવસાન થયેલાં મૃતકોના અસ્થિ વિસર્જન હરદ્વારમાં કરવામાં આવે એ પહેલાં મૃતકોના પરિવારજનો માટે અંતિમ દર્શન અને અંતિમ પુજન અર્ચન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેશોદ શહેરનાં બારસો અને આસપાસના ગ્રામ્ય વિસ્તારનાં છસો મળીને અઢારસો અસ્થિઓનું મૃતકોના પરિવારજનોએ બે મિનિટ મૌન પાળી શ્રધ્ધાંજલી આપી હતી. કેશોદ માનવ સેવા ટ્રસ્ટ નાં શશીભાઈ જેસુર, વિપુલભાઈ ઠુબર, રાજુભાઈ બોદર સહિતના આગેવાનો અને શહેરનાં અગ્રણીઓએ અસ્થિઓને પુષ્પાંજલી અર્પણ કરી હતી.

(1:11 pm IST)