Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

મહિલાએ છેડતીની ફરિયાદ નોંધાવતા આબરૂ જવાની બીકે યુવાનનો આપઘાત

માળીયા હાટીના તાલુકાના પીપળવા ગામની ઘટના

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૩૦ : મહિલાએ છેડતીની પોલીસ ફરિયાદ નોંધાવતા માળીયા હાટીના તાલુકાના પીપળવા ગામના એક યુવાને આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ હતી.

આ અંગેની વિગતો એવી છે કે, જુનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના પીપળવા ગામે રહેતો સરમણ વિક્રમભાઇ હડીયા (ઉ.વ.૩૪)ને તેના ગામના વિપુલ રામભાઇ બામરોટીયા વગેરે સાથે ગત તા.ર૮ જુલાઇના રોજ ઝઘડો થયો હતો.

આ બાબતે વિપુલની પત્નીએ સરમણ માળીયા પોલીસમાં છેડતીની ફરીયાદ લગાવતા માઠુ લાગી આવતા અને આબરૂ જવાની બીકે ગઇકાલે સાંજે સરમણભાઇએ ઝેરી દવા ગટગટાવી તેનું વેરાવળની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ.

પીએસઆઇ એ.બી.દતાએ સીઆરપીસી ૧૭૪ મુજબ કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે.

(1:08 pm IST)