Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

જામનગરનો જય સૌથી નાની વયનો ક્રિકેટ અમ્પાયર બન્યોઃ વિરલ સિદ્ધિ

જામનગર, તા. ૩૦ :. દેશને અનેક ક્રિકેટરોની ભેટ આપનાર જામનગરની ધરતીએ હવે સૌથી નાની વયના ક્રિકેટ અમ્પાયરની દેશ અને દુનિયાને ભેટ આપી છે. જામનગરના જય શુકલએ પોતાના એન્જીનીયરીંગના અભ્યાસક્રમની સાથોસાથ માત્ર ૨૧ વર્ષની વયે અમ્પાયરની પરીક્ષા પાસ કરી લીધી છે.

ક્રિકેટનો ભારે શોખ ધરાવતા જયે અમ્પાયર બનવાનો નિર્ણય લીધો, આ માટે તેણે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.નો સંપર્ક કર્યો. વર્ષ ૨૦૧૯માં લંડનના મરિલબોર્ન ક્રિકેટ કલબની લેખીત પરીક્ષા પાસ કરી. આ ઉપરાંત તેમણે પ્રેકટીકલ અને મૌખિક પરીક્ષા પાસ કરવા માટે રાજકોટના આશિમ અને પિયુષ ખખ્ખર જેવા આંતરરાષ્ટ્રીય અમ્પાયર પાસેથી તાલીમ લીધી અને બાદમાં તેમને અમ્પાયરની માન્યતા મળી.

(1:01 pm IST)