Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

સાસણગીરના 'કેરીના રીટ્રીટ રિસોર્ટ'માં પ્રકૃતિનો આનંદ માણો

એક એકરમાં ફેલાયેલ વિશાળ જગ્યામાં જંગલની વચ્ચે બનેલ રિસોર્ટમાં સહેલાણીઓ માટે સપુર્બ સુવિધાઓ : સ્વીમીંગ પુલ, ઈન્ડોર ગેમ, જીમ, આઉટડોર ગેમ્સ એન્ડ સાયકલીંગ, ચિલ્ડ્રન પ્લેઈંગ એરિયા, ગાર્ડન, રેસ્ટોરન્ટ, બેન્કવેટ હોલ, એસીરૂમ સાથેની ઢગલાબંધ સુવિધાઓ ઉપલબ્ધ લગ્ન સમારંભ અને કોન્ફરન્સ મીટીંગના આયોજન પણ થઈ શકશેઃ ભરતભાઈ શીંગાળા : રિસોર્ટમાં કોવિડ-૧૯ની સરકારી ગાઈડલાઈનનું સૂંપર્ણપણે પાલન

રાજકોટઃ કોરોનાન ત્રીજી લહેરની આશંકા વચ્ચે જનજીવન સામાન્ય બની રહ્યું છે. અર્થતંત્રમાં પણ સુધારો થઈ રહ્યો છે. માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સીંગના પાલન સાથે લોકો બહાર નિકળી રહ્યા છે. રજાના દિવસોમાં લોકો હરવા- ફરવા પણ નિકળી રહ્યા છે. ત્યારે સૌરાષ્ટ્રવાસીઓ અને દેશભરમાં વિખ્યાત એવા સાસણગીરની મજા માણવા ખાસ લોકો જતા હોય છે.

સાસણગીરમાં ભોજદે રોડ ઉપર આવેલ કેરીના રિટ્રીટ રિસોર્ટ આવેલું છે. આ રિસોર્ટ જગવિખ્યાત છે. અહિં પ્રકૃતિનો  તમને આનંદ માણવા મળશે.

આ રિસોર્ટમાં સ્વીમીંગ પુલ, ઈન્ડોર ગેમ, જીમ, આઉટ ડોર ગેમ અને સાયકલીંગ, ચિલ્ડ્રન પ્લેઈંગ એરીયા, ગાર્ડન, રેસ્ટોરન્ટ, બેન્કવેટ હોલ સહિતની સુવિધા ઉપલબ્ધ છે.

કેરીના રિટ્રીટ રિસોર્ટના માલીક શ્રી ભરતભાઈ શીંગાળા જણાવે છે કે એક એકરની વિશાળ જગ્યામાં બનાવવામાં આવેલ આ રિસોર્ટ એક એવું રીસોર્ટ છે જે વનદ્વારા ઘેરાયેલુ, આનંદીત અને રોમેન્ટીક રીસોર્ટ છે કે જયાં સૌને આવવાનું મન થાય.

રીસોર્ટમાં મહેમાનો અભૂતપૂર્વ એકાંત, આરામ, નિર્મળતા અને તાજગી મેળવશે. લીલીછમ ઝાકળની ટીપાવાળા વૃક્ષો મગજ અને શરીરને શાંતી આપે છે.

રિસોર્ટની વિવિધ સુવિધાઓ જાણીએ તો બેન્કેટ હોલમાં મીટીંગ, લગ્નપ્રસંગ, સામાજીક અને ખાનગી પ્રસંગો ઉજવી શકાય છે. આ ઉપરાંત જીમ, ઈન્ડોર ગેમ ઝોન, બાળકોને રમવા માટે પ્લેઈંગ એરિયા, સ્વીમીંગ પુલ, બાળકો અને મોટેરાઓ માટે કેમ્પફાયર એરિયા, લોન સીંટીંગ એરીયા તેમજ રિસોર્ટનું ઈન્ફાસ્ટ્રકચર અને જંગલની વચ્ચે રાજા- મહારાજાઓ જેવી સુવિધાઓ ઉપલબ્ધ હોવાનું ભરતભાઈ શીંગાળાએ જણાવેલ. આ ઉપરાંત લગ્ન સમારંભની તેમજ કોન્ફરન્સ મીટીંગની પણ સુવિધા રિસોર્ટના સંચાલકો દ્વારા કોવિડ-૧૯ની સરકારી ગાઈડલાઈનનું પાલન કરવામાં આવતું હોવાનું જણાવાયું છે.

રિસોર્ટમાં ૨૮ જેટલા એસીરૂમ છે. રૂમમાંથી એકબાજુ કાચની દિવાલ અને બીજી બાજુ કુદરતી જંગલ અને જંગલનો જીવંત સૃષ્ટિ નિહાળી શકાય છે. સ્વાદ- રસીયાઓ માટે રેસ્ટોરન્ટમાં સ્ટાઈલિજ ગુજરાતી શાકાહારી ભોજન તો ખરૂ જ.

વધુ વિગતો માટે ભરતભાઈ શીંગાળાનો મો.૯૦૯૯૪ ૯૯૮૯૬, ઈમેલ- booking@carinaretreat.com ઉપર સંપર્ક કરી શકાય છે.(૩૦.૫)

સ્થળઃ કેરીના રિટ્રીટ રિસોર્ટ ભોજદે રોડ, સાસણગીર મો.૯૦૯૯૪ ૯૯૮૯૬

(12:05 pm IST)