Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

સોમનાથ પોષ્ટતંત્ર રક્ષાબંધન તહેવાર માટે સજજ

પ્રભાસપાટણ : આગામી દિવસોમાં ભાઇ અને બહેનના પ્રતિક પ્રેમસમો પવિત્ર રક્ષાબંધનનો તહેવાર આવી રહેલ છે. આ રક્ષાબંધનનો તહેવાર ચોમાસાની વરસાદી ઋતુ દરમિયાન આવતો હોય છે. આવી પરિસ્થિતીમાં બહેન ભાઇ માટે મોકલેલી રાખડી અને તેનો શુભેચ્છા સંદેશ જીર્ણ લેટર બોક્ષમાં કે હેરફેરમાં કે વિતરણ ડીલીવરી વખતે પાણીમાં પલળી ન જાય અને રાખડી ભીની ન થાય તથા મોકલાયેલો શુભેચ્છા સંદેશો વરસાદથી પલળી તેના અક્ષરો રેલાઇ ન જાય તે માટે ખાસ લક્ષ્ય આપી રક્ષાબંધન માટે ખાસ નયનરમ્ય આકર્ષક રક્ષાબંધનનું ચિત્રાંકનવાળુ વોટરપ્રુફ કવર બહાર પાડેલ છે. સોમનાથ પોષ્ટઓફીસે આ કવર નિરખતા કવરની અંદર તેમજ બહાર પ્લાસ્ટીક પેપરનું પડ હોય છે. જેથી કવર વરસાદી વાતાવરણમાં ભીંજાતુ નથી જેની કિંમત દેશભરમાં ગમે ત્યા મોકલવાના રૂપિયા દસ જ છે. વિદેશ મોકલવા કે વજન વધે તો તેનો વધારાનો ચાર્જ થાય છે. તસ્વીરો વોટરપ્રુફ રાખડી કવર તથા કામમાં વ્યસ્ત પોસ્ટખાતાના સ્ટાફની છે.

(12:00 pm IST)