Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

રાષ્ટ્રીય કુસ્તી સ્પર્ધામા હળવદના મંગળપુરના ગોપાલ ઠાકોરને ગોલ્ડમેડલ

(દિપક જાની દ્વારા) હળવદ તા.૩૦ : કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્પર્ધામાં ૫૦ કે.જી વેઇટ કેટેગરીમાં હળવદ તાલુકાના મંગળપુર ગામના ખેડૂત પરિવારના પુત્રએ ગોલ્ડ મેડલ મેળવી ગૌરવ વધાર્યું છે સાથે જ આવતા દિવસોમાં નેપાળ ખાતે ઇન્ટરનેશનલ કક્ષાની કુસ્તી ટુર્નામેન્ટમાં ભાગ લેશે.ગોપાલભાઈ ઠાકોર તાજેતરમાં જામનગર ખાતે કેન્દ્ર સરકાર દ્વારા આયોજિત નેશનલ્સ કુસ્તી ટુર્નામેન્ટમાં ૫૦ કે.જી વેઇટ કેટેગરીમાં અન્ય રાજયના ખેલાડીઓને ધૂળ ચાટતા કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે જેથી હવે આવતા દિવસોમાં ગોપાલ ઠાકોર ઇન્ટરનેશનલ કક્ષાએ યોજાનાર કુસ્તી ટુર્નામેન્ટમાં નેપાળ ખાતે ભાગ લેવા જશે.અત્રે ઉલ્લેખનીય છે કે ગોપાલ ઠાકોર હળવદ તાલુકાના નાના એવા મંગળપુર ગામે રહે છે તેની ઉંમર માત્ર ૨૪ વર્ષની છે તેના પિતા કેસાભાઈ ઠાકોર વર્ષ ૨૦૧૪જ્રાક્નત્ન અવસાન પામ્યા હતા પરિવારમાં હાલ માતા અને પાંચ ભાઈઓ,બે બહેનો છે ગોપાલ સાતેય ભાઈ-બહેનમાં સૌથી નાનો છે પરિવાર ખેતી સાથે સંકળાયેલો છે.

(11:59 am IST)