Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

હળવદ તાલુકા ભાજપના પુર્વ પ્રમુખ રજનીભાઇ જામનગર જિલ્લાના કિસાન મોરચાના પ્રભારી

હળવદ તા.૩૦ : પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટીલની સુચના મુજબ પ્રદેશ કિસાન મોરચાના પ્રભારી અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતીભાઈ કવાડિયા અને પ્રદેશ કિસાન મોરચાના પ્રમુખ હિતેશભાઈ પટેલ દ્વારા હળવદ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ તેમજ મહર્ષિ ગુરુકુલના એમડી રજનીભાઈ સંઘાણીની જામનગર જિલ્લા કિસાન મોરચાના પ્રભારી પદે નિયુકિત કરવામાં આવી છે.

રજનીભાઈ સંદ્યાણીની જામનગર જિલ્લા કિસાન મોરચાના પ્રભારી પદે નિયુકિત થતા હળવદ ભાજપના અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

(11:58 am IST)