Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

ચરાડવામા તલાટી ગેરહાજર : અરજદારો હેરાન

(દિપક જાની દ્વારા) હળવદ તા.૩૦ : હળવદ તાલુકાના સૌથી મોટા ગણાતા ચરાડવા ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રીની અવાર નવાર ગેરહાજરીને કારણે અરજદારો અકડાયા છે જોકે આ અંગે ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને મોખીક રજૂઆત પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.હળવદના ગ્રામ્ય પંથકમાં તલાટીમંત્રીઓ અવારનવાર અનિયમિત રહેતા હોવાની અનેક અરજદારો ફરિયાદો કરી રહ્યા છે તેવામાં વધુ એક ગામમાં તલાટી ગેર હાજર હોવાનું સામે આવ્યું હતું જેમાં ચરાડવા ગ્રામ પંચાયતમાં અરજદારો ગ્રામ પંચાયતે અને તલાટી કમ મંત્રી ઘેર હોય તેવો માહોલ જોવા મળ્યો હતો.

ગ્રામ પંચાયત કચેરી ખાતે વિવિધ કામ અર્થે આવતા અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો જોકે તલાટીની અનિયમિતતાના કારણે ચરાડવાના સરપંચ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને મોખીક રજૂઆતો પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે જેથી હવે જોવાનું રહ્યું કે ચરાડવાના અરજદારોને ગ્રામપંચાયતમાં તલાટીમંત્રી કયારે જોવા મળે છે..??

હળવદ તાલુકા પંચાયતના એ તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલને પુછતાં તેઓએ જણાવ્યું હતું કે ચરાડવામાં તલાટી મંત્રી અનિયમિત રહેતા હોવાની રજૂઆત અમને મળી છે તલાટી મંત્રીની બદલી કરવામાં આવી છે નવા તલાટી મંત્રીની નિમણુક પણ કરી દેવામાં આવી છે જેથી કે ગુરૂવારે નવા તલાટી ગ્રામ પંચાયતે હાજર પણ થઈ જશે તેમ જણાવ્યું હતું.

(11:56 am IST)