Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

ભાવનગરના બોરડા ગામે હિરાઘસુ યુવાનના મકાનમાં ૧ાા લાખની ચોરી

ભાવનગર, તા. ૩૦ :. બોરડા ગામે હિરાઘસુ યુવાનના રહેણાંકી મકાનમાં ત્રાટકી તસ્કરો રૂ. દોઢ લાખની માલમત્તાની ચોરી કરી નાસી છૂટયા હતા.

વિગતો મુજબ જીલ્લાના તળાજા તાલુકાના બોરડા ગામે રહેતા કોળી નાગજીભાઈ સોમતભાઈ ધુંધળવાના મકાનની પાછળની દિવાલ તોડી રૂમમાં પ્રવેશી તસ્કરોએ કબાટ, બેગ તેમજ સુટકેશ તોડી તેમા રહેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂ. ૪૦૦૦ મળી કુલ રૂ. ૧,૫૦,૦૦૦ની મત્તાની ચોરી કરી નાસી છૂટયા હતા. આ અંગે દાડા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવાતા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.

(11:55 am IST)