Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

કાલે દિગ્ગજ હાસ્ય કલાકાર સ્વ. કિરીટભાઇ વ્યાસની પુણ્યતિથી

પિતાના અવસાનના સમાચાર સાંભળ્યા પછી લોકોને ત્રણ કલાક હસાવ્યા'તા

ભાવનગર તા. ૩૦: રાજકોટના હાસ્ય કલાકાર ગાયક અને લેખક કિરીટભાઇ બી. વ્યાસની કાલે શનિવાર તા. ૩૧-૭-ર૦ર૧ના ૮ મી પુણ્યતિથી છે.

કિરીટ વ્યાસ આ સિનિયર મોસ્ટ કલાકારે ઓરકેસ્ટ્રા સિંગર તરીકે તેમની કારકિર્દીની શરૂઆત કરી કિરીટ વ્યાસે આખી જિંદગી કિશોરકુમારના ગીતો દિલથી ગાયા અને રાજેશખન્નાના વહેમમાં જીવ્યા કિરીટ વ્યાસનું એકસ્ટ્રા ઓડિનરી ડ્રેસીંગ અને તેમની હેર સ્ટાઇલ રાજેશ ખન્ના જેવા હતા, એટલે જ તો સહુ વહાલથી કાકા કહેતા.

એકવાર રાજકોટમાં કિરીટ વ્યાસનો કાર્યક્રમ ચાલે ''અમે રાજકોટવાસી જેની શેરીમાં છોકરા હોય ઠાંસી-ઠાંસી'' આ ગીત રાજકોટ માટે તેમણે જ લખેલું રાજકોટના કલાપ્રેમીઓએ બે વાર વન્સમોર કરીને આ ગીત ગવડાવ્યું કિરીટ કાકા એ ચાહકોનું માન રાખીને ગાયું પણ ખરૃં પણ જયારે ત્રીજી વાર વન્સમોર થયું ત્યારે કાર્યક્રમ સમાપ્ત થવાનો હતો.

અને કિરીટ વ્યાસે પબ્લિક સામે હાથ જોડયા કે મને હવે ઘેર જવા દયો. ત્રણ કલાક પહેલા મારા પિતાશ્રી કવી બાલાશંકર શીવશંકર વ્યાસનું ઘરે અવસાન થયું છે. આ સાંભળી ઓડિયન્સ ઉભું થઇ ગયું શો મસ્ટ ગો ઓન આ સુત્ર કિરીટ વ્યાસએ જીવી બતાવ્યું દરેક કલાકાર પ્રથમ તો એક માણસ હોવો જોઇએ અને કલાકારને ચાહકનું મુલ્ય ઓછું ન આંકે એવું હંમેશ કિરીટ વ્યાસ અનુસરતા.

ભાવનગર અને કિરીટ વ્યાસ

ભાવેણા સાથે તો અનેકાનેક વિધ-વિધ ક્ષેત્રના કલાકારોને નાતો અકબંધ રહ્યો છે, પરંતુ કિરીટ વ્યાસનું સ્મરણ ભાવનગર વાસીઓ સ્વપને ય વીસરી શકે એમ નથી અમે ના ભુલીએ તમને વિગતે સ્મૃતિ વાગોળતા રાજકોટના પીઢ સંગીતકાર પ્રવીણભાઇ એચ. ત્રીવેદી અને મનુભાઇ દીક્ષીત (ડીગાજી) બન્ને કિરીટ વ્યાસના બાળ ગોઠીયા મિત્ર ડીગાજી અશ્રુભીના સ્વરે કહે છે કે મારા વેવાઇ ધનંજયભાઇ ભટ્ટની સુપુત્રી ચી. રાચીના લગ્નની પૂર્વ સંધ્યાએ કિરીટનો અંતીમ કાર્યક્રમ ભાવનગરના શીવ શકિત હોલમાં ૧૯ નવેમ્બર ર૦૧૩માં યોજાયેલ ''સબ સે ઉંચી પ્રેમ સગાઇ'' અને મિત્રતાના તાંતણે બીમાર હોવા છતાં કાર્યક્રમમાં પેટ પકડીને હસાવ્યા.

કિરીટ વ્યાસની ઓડીયો વીડીયો સીડી અને ત્રણ પુસ્તકો છે. કાલે અજરા અમર ગાયક મહમદ રફીની પણ પૂણ્યતીથી છે. સ્મરણ કોઇપણ વ્યકિત કે પ્રસંગને અમરત્વ બક્ષે છે. સ્મરણ એ જીવન સમાપ્તિ પછીનું એવું જોડાણ છે જે વ્યકિતને નિરંતર જીવંત રાખે છે.

(11:53 am IST)