Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

વઢવાણમાં ૭ વર્ષની બાળા ઉપર સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય

ચોકલેટ આપવાના બહાને બોલાવીને લઇ ગયો'તો : લોકોએ લમધાર્યો અને પોલીસને સોંપ્યો

(ફઝલ ચૌહાણ દ્વારા) તા. ૩૦ : સુરેન્દ્રનગરના વઢવાણ ના મધ્ય વિસ્તારમાં ગણાતા શહેરના નવા દરવાજા વિસ્તારમાં સાત વર્ષની બાળકી સાથે અંદાજિત ચાલીસ વર્ષના યુવક દ્વારા અડપલા કરવામાં આવ્યા છે અને તેની છેડ છાડ કરવામાં આવી છે જેને લઇને ચકચાર મચી જવા પામ્યો છે સાત વર્ષની બાળકીને ચોકલેટ આપવાના બહાને ઘરમાં બોલાવી અને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ઘનું કૃત્ય કરવામાં આવતાં સમગ્ર પંથકમાં ચકચાર વ્યાપી જવા પામ્યો છે.

આ બાબતની જાણકારી વઢવાણ પોલીસ ને જાણ થતાં તાત્કાલિક પણે વઢવાણ પોલીસ મથકની ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઇ હતી. આ જે યુવકે જે બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ઘનું કૃત્ય કર્યું છે તે યુવકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી ચેતન પરસોતમભાઈ વાઘેલા રહેવાસી દુધરેજ પંચાયત પાસે દ્વારા શેરીમાં રમી રહેલી બાળકીને ચોકલેટ આપવાના તથા દસ રૂપિયા આપવાના બહાને ઘરમાં બોલાવવામાં આવી હતી ઘરમાં બોલાવી અને આ ચેતન નામના યુવક દ્વારા આ બાળકીને અડપલા કરવાના શરૂ કરવામાં આવ્યા હતા ત્યારે આ બાળકી દ્વારા ચીસો નાખતા આજુબાજુના લોકો બંધ મકાનના દરવાજા તોડી અને ઘરમાં પ્રવેશ મેળવી અને આ બાળકીને આંચકી લેવામાં આવી હતી. આ યુવક દ્વારા ઘરમાં બાળકીને બોલાવી અને સાત વર્ષની બાળકી ઉપર સૃષ્ટિ વિરૂદ્ઘનું કૃત્ય કરવામાં આવ્યા હોવાની પોલીસ ફરિયાદ પણ વઢવાણ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે.

(11:13 am IST)