Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

પોરબંદરઃ નેવી શીપમાં એન્જીનના પંખાને અડી જતા અકસ્માતમાં ક્રુ-મેમ્બરનું મૃત્યુ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૨૯ :. ઈન્ડીયન નેવી શીપમાં કામ કરતા ક્રુ-મેમ્બર કુલદીપભાઈ પટેલ ચાલુ એન્જીનના પંખાને અડી જતા અકસ્માતમાં ગંભીર ઈજા બાદ તેમનુ સારવાર દરમિયાન મૃત્યુ થયુ છે.

ઈન્ડીયન નેવી શીપમાં ફરજ દરમિયાન ક્રુ-મેમ્બર કુલદીપભાઈ પટેલ ચાલુ એન્જીનના પંખાને અડી જતા અકસ્માતમાં ગંભીર ઈજા થતા તેને રાજકોટ વધુ સારવાર માટે ખસેડાયેલ અને સારવારમાં તેનુ મૃત્યુ થયુ હતું.

મૃત્યુ થયેલ કુલદીપભાઈ સુરેન્દ્રનગરના વતની હોવાનું જાણવા મળે છે.

(1:07 pm IST)