Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

જેતપુરમાં સ્વ. વિઠ્ઠલભાઇ રાદડિયાની બીજી પુણ્યતિથી નિમિતે સર્વરોગ નિદાન કેમ્પ-રકતદાન સહિત સેવાકાર્યો

જેતપુર : સૌરાષ્ટ્રમાં છોટે સરદારનું બીરૂદ મેળવેલ સ્વ. વિઠ્ઠલભાઇ રાદડીયાની આજે બીજી પુણ્યતિથી નીમિતે અનેકવિધ સેવાકાર્યો યોજાયેલ સવારથી રકતદાન થકી વિઠલભાઇની સેવાનું રૂણ ચૂકવવા લોકોની લાંબી કતારો લાગી ગયેલ. સર્વરોગ નીદાન કેમ્પમાં પણ લોકોના દુઃખ દુર કરવા રાદડીયા પરીવારોનો સીલસીલો યથાવત રાખ્યો વિઠલભાઇની ગેરહાજરીમાં પણ તેના પંથે ચાલી કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા લોકોના બેલી બન્યા છે. કેમ્પનું ઉદઘાટન મોટી હવેલીના બાલકૃષ્ણ લાલજી મહારાજના હસ્તે દિપ પ્રગટાવી કરવામાં આવ્યુ આ પ્રસંગે સ્વામી નારાયણ મંદિરના સંતો-મહંતો ઉપસ્થિત રહેલ. જયેશભાઇ રાદડીયા તેમજ શહેરના શ્રેષ્ઠીઓ રાજકીય આગેવાનો, ઉદ્યોગપતિઓએ હાજરી આપેલ આ તકે પ.પૂ. બાલકૃષ્ણ મહારાજે વિઠલભાઇના સેવા કાર્યોની બીરદાવેલ. આજે બપોરે ૩.૩૦ કલાકે મુખ્યમંત્રીશ્રી  વિજયભાઇ રૂપાણી પધારી વિઠલભાઇ ઉપર બનાવેલ પુસ્તકનું વિમોચન કરશે. ઉદઘાટન પ્રસંગે રાજુભાઇ હીરપરા, ગોરધનભાઇ ધામેલીયા, મનસુખભાઇ ખાચરીયા, જશુમતીબેન કોરાટ, જયંતીભાઇ રામોલીયા, દિનેશભાઇ ભુવા, સીટી કાઉન્સીલ ડાઇંગ એન્ડ પ્રીન્ટીંગ એસો. રાહત સમિતીના તમામ હોદેદારો સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.  (તસ્વીર - અહેવાલ : કેતન ઓઝા -જેતપુર)

(1:06 pm IST)