Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

રીબડા નજીક ભૂંડ આડુ ઉતરતાં બાઇક સ્લીપઃ ગોંડલ-મુંગાવાવડીના ભીમજીભાઇ ઠુમ્મરનું મોત

રાજકોટ તા. ૨૯: રીબડા લોધીકા વચ્ચેના રસ્તા પર ભૂંડ આડે ઉતરતાં બાઇક સ્લીપ થઇ જતાં મુંગાવાવડી ગામના વૃધ્ધનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે.

જાણવા મળ્યા મુજબ ગોંડલના મુંગાવાવડી ગામે રહેતાં ભીમજીભાઇ બચુભાઇ ઠુમ્મર (ઉ.વ.૬૦) ગઇકાલે રીબડાથી બાઇક હંકારી લોધીકા તરફ જઇ રહ્યા હતાં ત્યારે રસ્તામાં ઓચિંતુ ભૂંડ આડે આવી જતાં બાઇક સ્લીપ થઇ જતાં તેમને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમનું મૃત્યુ નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. માલવીયાનગરના હેડકોન્સ. દિલીપસિંહ જાદવ અને ભાગ્યેશભાઇએ પ્રાથમિક કાર્યવાહી કરી હતી.

(12:55 pm IST)