Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

ઉપલેટાઃ ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને ૧૬ લાખનો દંડ

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા. ર૯ :.. ચેક રીર્ટનના કેસમાં એક વર્ષની સજા અને સોળ લાખ રૂપિયાનો દંડ આરોપીને ઉપલેટાની કોર્ટે ફટકાર્યો હતો.

ઉપલેટાના વેપારી રસીકભાઇ લાધાભાઇ અઘેરાએ ભાવેશ જમનભાઇ પરમારની સાથે ભાગીદારીમાં ગઠાના વ્યવસાય પેટે રૂપિયા સોળ લાખ આપેલા અને આ ભાવેશે સદરહું ધંધો ચાલુ કરેલ નહી તેથી રસીકભાઇએ તેમની લેણી રકમ માગેલા તેના બદલામાં ભાવેશે ચેક લખી આપેલ ચેકના નાણા પરત મેળવવા બેંકમાં જમા કરાવતા ચેક અપુરતા  ભંડોળ હોવાના કારણે રીટર્ન થતાં ફરીયાદીને તેની લેણી રકમ વસુલ ન મળતા ધી નેગોસીએબલ ઇન્સટ્રમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબ નોટીસ આપવા છતાં આરોપીએ ફરીયાદીને રકમ ન ચુકવવા આરોપી સામે ઉપલેટાની કોર્ટમાં ધારાશાસ્ત્રી સંજય સી. રાવલ તથા દુષ્યંત વી. જોશી મારફત ફરીયાદ દાખલ કરેલ.

આ ફરીયાદ ચાલી જતા ફરીયાદી તરફે ઉચ્ચ અદાલતોના સિધ્ધાંતો તાકી ધારદાર દલીલો કરેલ જેની સાથે સહમત થઇ ઉપલેટાના મેજીસ્ટ્રેટે કે. આર. ત્રિવેદી દ્વારા કલમ ૧૩૮ મુજબના ગુન્હામાં તકસીરવાન ઠરાવી આરોપી ભાવેશ જમનભાઇ પરમારને એક વર્ષની સજા અને ફરીયાદીને સોળ લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમ કરેલ અને જો આરોપી બે મહિનામાં વળતર ચુકવવામાં નિષ્ફળ જાય તો આરોપીને વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે.

(11:40 am IST)